નવી દિલ્હીઃ ભારતમાં આજે નોકિયા પોતાના દમદાર ફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોન Nokia 6.2 છે. આ એન્ડ્રોઇડ ફોનને અમેઝોન ઇન્ડિયાની વેબસાઇટ પર ટીઝ કરવામાં આવ્યો હતો, હવે માહિી છે કે, આ ફોન આજે લૉન્ચ થઇ રહ્યો છે. ગયા મહિને કંપનીએ આને બર્લિનમાં IFA દરમિયાન લૉન્ચ કર્યો હતો.

IFA 2019માં Nokia 6.2ની કિંમત યુરોપમાં માટે 3GB + 32GB વેરિએન્ટમાં EUR 199 (લગભગ 15,800 રૂપિયા) રાખવામાં આવી હતી. જોકે, ભારતીય કિંમત વિશે કોઇ માહિતી નથી.



Nokia 6.2ના સ્પેશિફિકેશન્સ
નોકિયાનો Nokia 6.2 ફોન IFAમાં પહેલાથી જ લૉન્ચ થઇ ચૂક્યો છે, એટલે સ્પેશિફિકેશન દરેકને ખબર છે. આ ફોનમાં ડ્યૂલ-સિમ (નેનો) સાથે એન્ડ્રોઇડ 9 પાઇ અવેલેબલ છે. HDR10 સપોર્ટ અને ગોરિલ્લા ગ્લાસ 3ની સાથે 6.3-ઇંચ ફૂલ-HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં 4GB સુધી રેમ છે અને 128GB સુધીનુ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. ફોનમા ઓક્ટોકોર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 636 પ્રૉસેસર છે.



કેમેરામાં 16MP પ્રાઇમરી કેમેરા, 5MP ડેપ્થ સેન્સર અને 8MP વાઇડ એન્ગલ શૂટર આપવામાં આવ્યુ છે. સેલ્ફી કેમેરા 8MPનો છે. આની બેટરી 3,500mAhની છે.