નવી દિલ્હીઃ વોડાફોન આઈડિયા પોતાના પોસ્ટપેડ પ્લાન્સને નવી સર્વિસીસ સાથે જોડીને ગ્રાહકો માટે આકર્ષક બનાવી રહી છે. હવે વોડાફોન આઈડિયા લિમિટેડે જાહેરાત કરી છે કે આઈડિયા નિરવાના પોસ્ટપેડ સબ્સક્રાઈબર્સ 999 રૂપિયાવાળું એમેઝોન પ્રાઈમ સબ્સક્રિપ્શન એક વર્ષ માટે મેળવી શકશે. આઈડિયા નિરવાના પોસ્ટપેડ પ્લાન્સના યૂઝર્સ પ્રાઈમ વીડિયો, પ્રાઈમ મ્યૂઝિક, પ્રાઈમ રીડિંગ, ફાસ્ટ શિપિંગ અને એક્સક્લૂઝિવ ડીલ્સ પર અર્લી એક્સેસ જેવી સેવાઓનો લાભ લઈ શકશે.

તમને જણાવીએ કે, વોડાફોન રેડ પોસ્ટપેડ પ્લાન્સ પર પહેલેથી જ એમેઝોન પ્રાઈમ સબ્સક્રિપ્શન વોડાફોન પોસ્ટપેડ ગ્રાહકોને આપવામાં આવી રહ્યું છે. આ નવી ઓફર અંતર્ગત એવા આઈડિયા યૂઝર્સ જે 399 રૂપિયાથી વધારાનું આઈડિયા નિરવાના પ્લાનનું રિચાર્જ કરાવશે તે ગ્રાહક એમેઝોન વીડિયો સર્વિસની અનલિમિટેડ વીડિયો સર્વિસનો લાભ લઈ શકશે.