નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની વનપ્લસે તાજેતતરમાં પોતાના નવા બે સ્માર્ટફોન OnePlus 8 અને OnePlus 8 Pro ભારતમાં લૉન્ચ કર્યા છે. આ કારણે કંપનીએ પોતાનો હાઇટેક સ્માર્ટફોન OnePlus 7T Proની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે.
કંપનીએ OnePlus 7T Pro ગયા વર્ષે આ ફોનને OnePlus 7T Pro 53,999 રૂપિયાની કિંમતમાં લૉન્ચ કર્યો હતો. હવે આની કિંમતમાં 6,000 રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. હવે આ ફોન 47,999 રૂપિયા થઇ ગઇ છે. ફોનની નવી કિંમત કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર દેખાઇ રહી છે.
OnePlus 7T Proના ફિચર્સ
વનપ્લસ 7T Proમાં 90 હર્ટ્સની 6.67 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે આમાં 48MP + 8 MP અને 16MP કેમેરા સેટઅપ મળશે. જ્યારે સેલ્ફી માટે આમાં 16MPનો કેમેરો આપવામાં આવ્યો છે.
ફોનમાં સ્નેપડ્રેગન 855 પ્લસ ચિપસેટ આપવામાં આવ્યુ છે, ફોનમાં 8GB રેમ અને 256 GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આ ફોનમાં 4085 mAHની બેટરી છે.
આ હાઇટેક સ્માર્ટફોનની કિંમતમાં થયો 6000 રૂપિયાનો ઘટાડો, જાણો હવે કેટલામાં ખરીદી શકાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Apr 2020 12:40 PM (IST)
વનપ્લસે તાજેતતરમાં પોતાના નવા બે સ્માર્ટફોન OnePlus 8 અને OnePlus 8 Pro ભારતમાં લૉન્ચ કર્યા છે. આ કારણે કંપનીએ પોતાનો હાઇટેક સ્માર્ટફોન OnePlus 7T Proની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -