નવી દિલ્હીઃ દેશમાં સૌથી વધુ પૉપ્યૂલર કંપનીઓમાની એક કંપની વનપ્લસ ફરી એકવાર પોતાના નવા ફ્લેગશિપને લઇને ચર્ચામાં આવી છે. કેમકે કંપની પોતાના અપકમિંગ OnePlus 9ની ડિટેલ્સની લીક થઇ છે. OnePlus 9ની સ્પેશિફિકેશન્સનુ એક ટિપસ્ટર લીક થયુ છે.


OnePlus 9 સીરીઝમાં OnePlus 9ની સાથે જ OnePlus 9 Pro અને OnePlus 9 Lite વેરિએન્ટ સહિત ત્રણ સ્માર્ટફોન આવવાની સંભાવના ચછે. લીક સ્ક્રીનશૉટ અનુસાર, OnePlus 9માં સ્નેપડ્રેગન 888 SoC પ્રૉસેસર હશે અને આમાં 6.55-ઇંચ ફૂલ એચડી + ડિસ્પ્લે હશે. ત્રણેય ફોન છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચમાં છે, અને માર્ચમાં આના લૉન્ચ થવાની સંભાવના છે.

વનપ્લસ 9ની સંભવિત સ્પેશિફિકેશન્સ...
ટિપ્સ્ટર ટેકડ્રૉઇડરે AIDA64 સૉફ્ટેવેરના સ્ક્રીનશૉટને શેર કરવામા આવ્યુ છે, જે વનપ્લસ 9 માટે ડિવાઇસ વિશે જાણકારી આપે છે. આના અનુસાર સ્માર્ટફોનમાં 6.55 ઇંચ ફૂલ એચડી + (1,080x2-400 પિક્સલ) ડિસ્પ્લે હશે. જેમાં 402 ppi પિક્સલ ડેનસિટી અને 120 હર્ટઝ રિફ્રેશ રેટ હશે. આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 SoC પ્રૉસેસર હશે. સાથે જ આ વેરિએન્ટના 8GB રેમ અને 128 જીબી સ્ટૉરેજની સાથે આવવાની સંભાવના છે.

કેમેરા અને બેટરી છે દમદાર....
OnePlus 9મા 12 મેગાપિક્સલનો પ્રાઇમરી અને ફોનને પાવર આપવા માટે આમાં 4500mAh બેટરી હશે. જે 65વાટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવશે. OnePlus 9 30fps પર 8K રેકોર્ડિંગ અને વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરશે.