વનપ્લસ 9ના સંભવિત સ્પેસિફિકેશન્સ
ટિપસ્ટર ટ્રેકડ્રૉઈડરએ AIDA64 સોફ્ટવેર સ્ક્રીનશોટ શેર કર્યો છે જે વનપ્લસ 9 માટે ડિવાઈસ વિશે જાણકારી આપી છે. આ અનુસાર સ્માર્ટફોનમાં 6.55 ઈંચ ફૂલ એચડી પ્લસ + (1,080x2-400 પિક્સલ) ડિસ્પ્લે હશે, જેમાં 402 ppi પિક્સલ ડેનસિટી અને 120 હર્ટ્ર્ઝ રિફ્રેશ રેટ હશે. જેમાં ક્વાલકોમ સ્નૈપડ્રેગન 888 SoC પ્રોસેસર હશે. સાથે જ મોડલના 8GB રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 128 જીબી સ્ટોરેજ સાથે આવવાની સંભાવના છે.
કેમેરા અને બેટરી
OnePlus 9 માં 12 મેગાપિક્સલના પ્રાઈમરી કેમેરા અને ફોનને પાવર આપવા માટે તેમાં 4500mAh બેટરી હશે, જે 65 વોટ ચાર્જિંગ સ્પોર્ટ સાથે આવશે. OnePlus 9 30fps પર 8K રિકોર્ડિંગ અને વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે.
સ્પેસિફિકેશન વિશે પહેલા રૂમર્સ અને હવે લીક થયેલી જાણકારીમાં અંતર છે. પહેલા કહેવામાં આવ્યું હતું કે સ્માર્ટફોન 12GB રેમ અને 256GB સુધી સ્ટોરેજ સાથે આવી શકે છે. કેમેરાના 48-મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર, 48-મેગાપિક્સ સેકન્ડરી સેન્સર અને 8 નો થર્ડ સેન્સર અને 30 વોટ ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગના સર્પોટની આશા હતી. OnePlus 9 ના માર્ચમાં લોન્ચની સંભાવના છે પરંતુ કંપની તેના સ્પેસિફિકેશન અથવા લોન્ચિંગ સાથે જોડાયેલી કોઈ જાણકારી નથી આપી.