નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની વનપ્લસ બહુ જલ્દી પોતાની દમદાર સીરીઝ વનપ્લસ 9 સીરીઝને માર્કેટમાં ઉતારી શકે છે. આ સીરીઝ 23 માર્ચે રિલીઝ થઇ શકે છે. આ અંતર્ગત OnePlus 9, OnePlus 9 Pro અને OnePlus 9e લૉન્ચ થઇ શકે છે. વળી લૉન્ચ પહેલા OnePlus 9 Proના Morning Mist કલર વેરિએન્ટની પહેલી ઝલક સામને આવી છે. પહેલીવાર જોવામાં ફોનનો લૂક જોરદાર અને દમદાર લાગી રહ્યો છે. જાણો ફોનની સ્પેશિફિકેશન્સ.......
આ હોઇ શકે છે સ્પેશિફિકેશન્સ.....
OnePlus 9 Proમાં 6.7 ઇંચની QHD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1440x3216 પિક્સલ છે. આ ફોનમાં પંચ હૉલ ડિઝાઇનમાં પાતળી બેઝલ આપવામા આવી છે. ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર બેઝ્ડ Oxygen OS 11 પર કામ કરે છે. આ ફોન ઓક્ટાકૉર સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. આમાં 12 GB રેમ અને 256 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી છે.
કેમેરા....
ફોટોગ્રાફીની વાત કરીએ તો OnePlus 9 Proમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 50 મેગાપિક્સલનુ ડિસ્ટૉર્શન ફ્રી અલ્ટ્રા-વાઇડ લેન્સ, 8 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરો અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવી શકે છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
4500mAhની છે બેટરી....
પાવર માટે વનપ્લસના આ ફોનમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે, જે 65 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. આમાં બાયૉમેટ્રિક સિક્યૉરિટી માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપનવામાં આવશે.
ચીની કંપની રિયલમીએ ઘટાડી ફોનની કિંમત....
ચીની સ્માર્ટફોન મેકર કંપની Realmeએ પોતાના શાનદાર બજેટ ફોન Realme C15ની કિંમત ઘટાડી દીધી છે. કંપનીએ આ ફોનની કિંમતમાં 1000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ફોનના તમામ વેરિએન્ટને હવે તમે એક હજાર રૂપિયા સસ્તામાં ખરીદી શકો છો. જાણો ફોનની નવી કિંમત અને ફિચર્સ....
આ છે નવી કિંમત....
કિંમત ઓછી થયા બાદ Realme C15ના 3 GB રેમ+ 32 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની પ્રાઇસ 9,999 રૂપિયાની જગ્યાએ 8,999 રૂપિયા થઇ ગઇ છે. આ ઉપરાંત ફોનના 4 GB રેમ+ 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 10,999 રૂપિયાની જગ્યાએ 9,999 રૂપિયા કરી દેવામા આવી છે. આ ફોનની સૌથી ખાસ વાત ઓછી કિંમતમાં ક્વાડ સેટઅપ કેમેરા અને 6000mAhની બેટરી આપવામાં આવી છે.