નવી દિલ્હીઃ જો તમે એક સારા ફોન સસ્તી કિંમતે લેવાનુ વિચારી રહ્યાં છો તો માર્કેટમાં કેટલાય સ્માર્ટફોન અવેલેબલ છે. ખરેખરમાં ચીની સ્માર્ટફોન મેકર કંપની Realmeએ પોતાના શાનદાર બજેટ ફોન Realme C15ની કિંમત ઘટાડી દીધી છે. કંપનીએ આ ફોનની કિંમતમાં 1000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ફોનના તમામ વેરિએન્ટને હવે તમે એક હજાર રૂપિયા સસ્તામાં ખરીદી શકો છો. જાણો ફોનની નવી કિંમત અને ફિચર્સ....


આ છે નવી કિંમત....
કિંમત ઓછી થયા બાદ Realme C15ના 3 GB રેમ+ 32 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની પ્રાઇસ 9,999 રૂપિયાની જગ્યાએ 8,999 રૂપિયા થઇ ગઇ છે. આ ઉપરાંત ફોનના 4 GB રેમ+ 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 10,999 રૂપિયાની જગ્યાએ 9,999 રૂપિયા કરી દેવામા આવી છે. આ ફોનની સૌથી ખાસ વાત ઓછી કિંમતમાં ક્વાડ સેટઅપ કેમેરા અને 6000mAhની બેટરી આપવામાં આવી છે.  


સ્પેશિફિકેશન્સ.....
રિયલમી C15 સ્માર્ટફોનમાં 6.5 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં મીડિયાટેક હીલિયો G35 ચિપસેટ યૂઝ કરવામાં આવી છે. C15 સ્માર્ટફોનના સ્ટૉરેજને એસડી કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે. સ્માર્ટફોનની બેક પેનલ પર 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો ક્વૉડ સેટઅપની સાથે આવે છે. સેલ્ફી લેવા માટે ફોનમાં 8 મેગાપિક્સલના કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો  છે. સ્માર્ટફોનમાં 6000mAhની બેટરી આપવામાં આવી છે.