વનપ્લસ આજે ભારતમાં પોતાની નવી ટીવી લોન્ચ કરશે. વનપ્લસ પોતાની નવી ટીવી OnePlus TV Y1S Pro લોન્ચ કરશે. આ ટીવી આકર્ષક ફીચર સાથે આવશે અને કંપનીની Y1S સીરિઝની સૌથી પ્રીમિયમ ટીવી હશે. કંપની હાલમાં ભારતમાં પાંચ સ્માર્ટ ટીવી ઓફર કરે છે જેમાં 32 ઇંચ સ્ક્રીન સાઇઝની એફોર્ડેબલ ઓપ્શનને લઇને  4K રિઝોલ્યૂશન વાળી પ્રીમિયમ સ્માર્ટ ટીવી પણ સામેલ છે.


OnePlus TV Y1S Proમાં શું હશે ખાસ


OnePlus TV Y1S Pro બ્રાન્ડની વાય સીરિઝની પ્રીમિયમ ટીવી હશે. જેમાં 4.3 ઇંચની સ્ક્રીન મળશે. કંપની તેનું પેજ પોતાની સતાવાર વેબસાઇટ પર લાઇવ કરી દીધું છે જ્યાંથી તમને સંપૂર્ણ જાણકારી મળશે. ટીવીમાં 3840 x 2160 પિક્સલ રિઝોલ્યૂશનવાળી સ્ક્રીન મળશે. ટીવી HDR10+ Decoding, HDR10, HLG સપોર્ટ સાથે આવશે.


જેમાં AI પાવર્ડ ફિચર્સ મળશે જે સારી ક્લિયારિટી, કલર, કોન્ટ્રાસ્ટ અને MEMC પ્રોવાઇડ કરશે. બ્રાન્ડમાં Dolby Audio પ્રોવાઇડ કરશે જે 24Wના સાઉન્ડ આઉટ સાથે આવશે. ટીવીમાં બે સ્પીકર મળશે. આ ટીવી Android TV 10 પર કામ કરશે અને તેમાં Prime Video, Netflix, YouTube, Hotstar, Google Play Store જેવા એપ્સને એક્સેસ કરી શકાશે.


ટીવીમાં ગૂગલ આસિસ્ટન્ટ બિલ્ટ-ઇન અને Alexa બંન્નેનો સપોર્ટ મળશે. જેમાં Chromecast બિલ્ટ ઇન પણ મળશે. ટીવી 2GB RAM અને 32GB સ્ટોરેજ સાથે આવશે. સ્માર્ટ ટીવી OnePlus connect 2.0 પર કામ કરશે. જેમાં તમને ટીવી કંન્ટ્રોલ વનપ્લસ વોચ મારફતે મળશે. તે સિવાય અન્ય અનેક ફિચર્સને પણ તમારે તમારી ટીવી પર એન્જોય કરી શકશો.


OnePlus 43-Inch Y1S Proની કિંમત


કંપની આજે આ સ્માર્ટ ટીવીની કિંમતની પણ જાહેરાત કરશે. ટીવી ઇ-કોમર્સ પ્લેટફોર્મ  અમેઝોન પર વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. રિપોર્ટ અનુસાર, વનપ્લસની નવી ટીવી 30 હજાર રૂપિયાના બજેટમાં લોન્ચ થઇ શકે છે. જોકે, હાલમાં સત્તાવાર કિંમતની જાણકારી મળી શકી નથી.