Google યુઝર્સની ટ્રિપ્સને સારી બનાવવા પર કામ કરી રહ્યું છે. ગૂગલ મેપ્સમાં એક નવું ફીચર આપવામાં આવી રહ્યું છે. ગુગલ મેપ્સના આ ફીચર પરથી ટોલ-પ્રાઈસ વિશે માહિતી આપવામાં આવશે. જેની મદદથી યુઝર્સ કોઈપણ ટ્રિપ પર જતા પહેલા ટોલ ટેક્સની ગણતરી કરી શકે છે.


કંપનીનું કહેવું છે કે આનાથી યુઝર્સને ટ્રિપ પ્લાનિંગમાં ઘણી મદદ મળશે. સ્થાનિક ટોલ ઓથોરિટી પાસેથી ટોલ ટેક્સ સંબંધિત માહિતી મેળવવામાં આવશે. એટલે કે, જો તમે ટ્રિપ પર જવા માંગો છો તો તમે Google Maps દ્વારા પહેલાથી જ ટોલ ટેક્સ સંબંધિત માહિતી મેળવી શકો છો.ગૂગલ મેપ્સ તમને ટોલ વગરના રસ્તાઓ વિશે પણ માહિતી આપશે. જેની મદદથી તમે ટોલ ટેક્સ ન ચૂકવીને અથવા ઓછો ટોલ ટેક્સ ચૂકવીને પણ પૈસા બચાવી શકો છો.


ટોલ કિંમતના આધારે તમે નક્કી કરી શકો છો કે તમારે તે રૂટ પર જવું છે કે નહીં. ટોલ કિંમત સાથેના રૂટની સાથે ગૂગલ મેપ્સ ટોલ ફ્રી રૂટ પણ બતાવશે. આ માટે તમારે ગૂગલ મેપ્સના ઉપરના જમણા ખૂણામાં હાજર ત્રણ-ડોટ પર ક્લિક કરવાનું રહેશે.


આ પછી તમારે રૂટ વિકલ્પ પસંદ કરવો પડશે. જો તમે ટોલ રૂટમાંથી પસાર થવા માંગતા નથી તો તમે avoid tollsનો વિકલ્પ પસંદ કરી શકો છો. ગૂગલે કહ્યું છે કે તે આ મહિને એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ માટે ટોલ પ્રાઈસ જાહેર કરશે.તે ભારત યુએસએ, જાપાન અને ઇન્ડોનેશિયામાં લગભગ 2000 ટોલ રોડ માટે આ વિકલ્પ જાહેર કરશે. આ ફીચર આગામી સમયમાં અન્ય દેશોમાં પણ જાહેર કરાશે. આ સિવાય ગૂગલે iOS યુઝર્સ માટે પિંડ ટ્રિપ વિજેટ પણ બહાર પાડ્યું છે.


 


વેંકેટેશ અય્યર આ હૉટ એક્ટ્રેસ પર થયો ફિદા, અય્યરે શું કૉમેન્ટ કરી તો બન્ને વચ્ચે અફેરની વાત આવી સામે, જાણો વિગતે


Kisan Credit Card: પશુપાલકો માટે કેટલા કિસાન ક્રેડિટ બનાવાયા ? આ રીતે તમે પણ બનાવી શકો છો


ગરમીમાં હેલ્ધી રહેવા માટે આ ફ્રૂટનું કરો ભરપૂર સેવન, સ્વાસ્થ્યને થશે આ અદભૂત ફાયદા


Rahu Ketu Transit 2022 : 12 એપ્રિલ બાદ આ રાશિના જાતક માટે શરૂ થઇ શકે છે મુશ્કેલી ભર્યો સમય