ChatGPT Wrongly Accuses law professor : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત ChatGPT આજકાલ તેની માનવ મનની જેમ કામ કરવાની ક્ષમતાને કારણે ચર્ચામાં છે. જો કે, કેટલાક કારણોસર આને લઈને વિવાદ શરૂ થયો છે. ChatGPT પર અમેરિકાના કાયદાના પ્રોફેસર પર જાતીય સતામણીનો ખોટો આરોપ લગાવવાનો આરોપ છે.

ગયા અઠવાડિયે એક સંશોધન અભ્યાસ દરમિયાન કેલિફોર્નિયામાં એક વકીલે ChatGPTને કાનૂની વિદ્વાનોની યાદી તૈયાર કરવા કહ્યું હતું કે, જેમણે કોઈની પર જાતીય હુમલો કર્યો હતો. ત્યાર બાદ ChatGPTએ એક યાદી બનાવી. આ યાદીમાં કાયદાના પ્રોફેસર જોનાથન ટર્લીનું નામ પણ જોડાયું છે.

OpenAI ચેટબોટ ChatGPT એ ધ વોશિંગ્ટન પોસ્ટના અહેવાલને ટાંકીને જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના કાયદાના પ્રોફેસર ટર્લી પર અલાસ્કાની 2018ની ક્લાસ ટ્રીપ દરમિયાન એક વિદ્યાર્થીની સાથે છેડછાડ કરવાનો અને જાતીય ટિપ્પણી કરવાનો આરોપ મૂક્યો છે. રસપ્રદ વાત એ છે કે, વોશિંગ્ટન પોસ્ટ પર આવો કોઈ અહેવાલ નથી અને ન તો ક્યારેય અલાસ્કાની ક્લાસ ટ્રિપ થઈ હતી. આ અંગે ચિંતા વ્યક્ત કરતાં જોનાથન ટર્લીએ એક લેખમાં જણાવ્યું હતું કે, ChatGPT જેનો ઉલ્લેખ કરી રહ્યું છે તે વિદ્યાર્થીને તેમણે ક્યારેય શીખવ્યું નથી. જોનાથન ટર્લીએ આ વિશે ટ્વિટર પર લખ્યું, આ એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ છે. શું આપણે ખરેખર AI પર વિશ્વાસ કરી શકીએ? જ્યારે મને તેના વિશે ખબર પડી તો મને પહેલા તો તે હાસ્યાસ્પદ લાગ્યું, પરંતુ પછી મને સમજાયું કે આ આરોપ મારા પર લગાવવામાં આવ્યો છે." મારી છબીને નુકસાન પહોંચાડવા."

નોંધપાત્ર વાત એ છે કે, ચેટજીપીટી અંગે આ પ્રકારનો દાવો પહેલીવાર નથી થયો. અગાઉ પણ ChatGPTએ ખોટો દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના મેયર બ્રાયન હૂડને લાંચ લેવા બદલ જેલની સજા કરવામાં આવી હતી. દાવાથી નારાજ હેપબર્ન શાયરના મેયર બ્રાયન હૂડે ચેટજીપીટીના નિર્માતા ઓપનએઆઈ સામે દાવો માંડવાની ધમકી આપી છે.

ChatGPT, Bard જેવા અનરેગ્યુલેટેડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સોફ્ટવેર વેબ પર સામેલ થવાનું શરૂ થઈ ગયું છે. નિષ્ણાતોને ડર છે કે, આનાથી જૂઠાણા અને ખોટી માહિતીના ફેલાવાને પ્રોત્સાહન મળી શકે છે. તાજેતરમાં હજારો નિષ્ણાતો અને ટેક્નોલોજી કંપનીના અધિકારીઓએ તેમના પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી છે.

30 નવેમ્બરના રોજ લોન્ચ થયેલ ChatGPT માણસોની જેમ ટેક્સ્ટ લખી શકે છે. તે સામાન્ય રીતે કોઈપણ પ્રશ્નનો જવાબ આપવા સક્ષમ છે. એટલું જ નહીં, ChatGPT ઘણા જટિલ પ્રોજેક્ટ ડિઝાઇન કરવામાં સક્ષમ છે. ChatGPT-4 ગયા મહિને લૉન્ચ કરાયેલ ChatGPTનું અપગ્રેડ વર્ઝન જે ચિત્રોને પણ ઓળખી શકે છે.