ઓપ્પો A12ની સ્પેશિફિકેશન્સ
નવા ઓપ્પો A12માં 6.22 ઇંચ એચડી + વૉટરડ્રૉપ નૉચ ડિસ્પ્લે છે, જેનુ રિઝૉલ્યૂશન 720x1520 પિક્સલ છે. એટલુ જ નહીં આમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યો છે. આ એક નોર્મલ ડિસ્પ્લે હોઇ શકે છે. જે બજેટ સેગમેન્ટના સ્માર્ટફોનમાં જોવા મળે છે. પરફોર્મન્સ માટે નવા Oppo A12માં ઓક્ટોકૉર મીડિયાટેક હીલિયો P35 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. ફોનમાં 4230mAh બેટરી લાગેલી છે. આ ફોન Android 9 Pie ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. .આમાં કનેક્ટિવિટી માટે 4જીવીઓએલઇટી, 3જી, વાઇ-ફાઇ, બ્લૂટુથ અને જીપીએસ જેવા ફિચર્સ સામેલ છે.
કેમેરા ફિચર્સ
ફોટોગ્રાફી માટે આ ફોનમાં ડ્યૂલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં 13 મેગાપિક્સલ (અપર્ચર એફ/2.2)+2 મેગાપિક્સલ (અપર્ચર એફ/2.4) સામેલ છે. આ ઉપરાંત સેલ્ફી માટે આમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોન પણ બ્લેક અને વ્હાઇટ કલરમાં મળશે.