નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની ઓપ્પોએ પોતાનો નવો Oppo A92s લૉન્ચ કરી દીધો છે. આ ફોનને કેટલીક ખાસિયતો દ્વારા ખાસ બનાવવાની કોશિશ કરવામાં આવી છે.


કંપની અનુસાર Oppo A92s સ્માર્ટફોનમાં રિયરમાં યૂનિક ક્વૉડ કેમેરા મૉડ્યૂલ આપવામાં આવ્યુ છે. સાથે આમાં ડ્યૂલ હૉલ-પંચ ડિસ્પ્લે, સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર અને 5જી નેટવર્કનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આનુ વેચાણ 29 એપ્રિલથી ચીનમાં શરૂ થઇ જશે.

Oppo A92sની કિંમતની વાત કરીએ તો, ચીનમાં આ ફોનની કિંમત CNY 2,199 (લગભગ 23,700 રૂપિયા) રાખવામાં આવી છે, આ કિંમત 6GB રેમ + 128GB સ્ટૉરેજ વેરિએન્ટની છે. વળી આના 8GB રેમ + 128GB સ્ટૉરેજની કિંમત CNY 2,499 (લગભગ 27,000 રૂપિયા) નક્કી કરવામાં આવી છે. આ ગ્રાહકોને બ્લેક અને વ્હાઇટ કલર ઓપ્શનમાં અવેલેબલ થશે.



આ સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લેની સાથે 8જીબી સુધી રેમ અને 128જીબીનુ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. A92sના ક્વૉડ કેમેરા સેટઅપ 48MP Sony IMX586 સેન્સર અને 8એમપી અલ્ટ્રા વાઇડ એન્ગલ સેન્સર સામેલ છે. વળી ફ્રન્ટમાં ડ્યૂલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત ફોનમાં 4,000mAh બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. સાથે ફિંગરપ્રિન્ટ સેન્સરને સાઇડમાં જગ્યા આપવામાં આવી છે.