OPPO F19 Proના આ હોઇ શકે સ્પેશિફિકેશન્સ.....
OPPO F19 Proમાં 6.4 ઇંચ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આમાં MediaTek Helio P95 SoC પ્રૉસેસર હશે અને 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 8MPનો સેકન્ડરી અને 2MPના બે સેન્સર આપવામાં આવી શકે છે. આ ઉપરાંત 16MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવી શકે છે.
Oppo F19 Pro+ 5Gની સંભવિત સ્પેશિફિકેશન્સ....
Oppo F19 Pro+માં પણ 6.4 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. MediaTek Dimensity 800U SoC પ્રૉસેસર વાળો હોઇ શકે છે. આમાં 64MPનો પ્રાઇમરી કેમેરો, 8MPનુ અલ્ટ્રા-વાઇડ સેન્સર, 2MP ડેપ્થ સેન્સર મળી શકે છે. સેલ્ફી માટે ફોનમાં 32MP કેમેરો મળવાની પણ સંભાવના છે. પાવર માટે ઓપ્પોના આ ફોનમાં 4500mAhની બેટરી મળી શકે છે.
મળશે લેટેસ્ટ ટેકનોલૉજી....
Oppo F19 Pro+ 5G સ્માર્ટફોન AI હાઇલાઇટ પોર્ટ્રેટ વીડિયોની સાથે લૉન્ચ કરવામાં આવશે. જેનાથી તમે ફે ડિટેક્ટ કરી પોટ્રેટ વીડિયો લાઇટનિંગ થઇ જશે. એટલે કે જો તમે પાછળ બાજુએ ઓછી લાઇટ હશે તો પણ વીડિયો સારો બનશે. આ ફોન 8 એન્ટેના અને નવા 360 ડિગ્રી રેપ-અરાઉન્ડ ડિઝાઇનની સાથે આવશે. OPPO F19 Pro+ 5Gની કિંમત 25000 રૂપિયા અને OPPO F19 Proની કિંમત લગભગ 20000 રૂપિયા હોઇ શકે છે.