નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક અઠવાડિયાથી સેમસંગના ગેલેક્સી નૉટ 10ના લાઇટ વર્ઝન સાથે જોડાયેલી કેટલીક અફવાઓ સામે આવી રહી છે. જોકે, કંપનીએ આવા કોઇપણ ડિવાઇસ પર હજુ કોઇ ખુલાસો કર્યો નથી. પણ હવે કેટલીક લીક્સ આ વાતને અસલી હોવાનો દાવો કરી રહી છે.

કેટલીક લીક્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફોન આવતા અઠવાડિયે લૉન્ચ થઇ શકે છે, અને તેના મોટાભાગના ફિચર ગેલેક્સી નૉટ 10 જેવા જ છે. દાવામાં ફોનની કિંમત પણ એકદમ ઓછી બતાવવામાં આવી રહી છે. હવે આ મામલે કેટલીક એવી તસવીરો સામે આવી છે જે ફોનની ડિઝાઇનને બતાવી રહી છે.



નવી માહિતી પ્રમાણે, આ કર્વ્ડ ફોન છે, અને ફ્લેટ સ્ક્રીનની સાથે આવી શકે છે. ડિઝાઇન બેસ્ટ છે, આ તસવીરોમાં ત્રિપલ કેમેરા અને એસ-પેન સ્ટાયલસ પણ દેખાઇ રહ્યુ છે.



એટલુ જ નહી ફોનની રિયર પેનલ પર એક સ્ક્વેર પેનલ છે, જેમાં ત્રણ કેમેરા સેટઅપ છે. તસવીરો અનુસાર ફ્રન્ટના હૉલ પંચમાં સિંગલ કેમેરા છે પણ બૉટમમાં ચિન વધુ છે, વળી સાથે એસ-પેન પણ છે.