નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ભારતમાં અર્થવ્યવસ્થાને મોટો નુકશાન પહોંચ્યુ છે. લગભગ દોઢ મહિનાના લૉકડાઉનના કારણે નાના મોટા ઉદ્યોગો અને વેપારીઓ સૌથી વધુ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. હવે દેશની અર્થવ્યવસ્થાને ફરીથા પાટા પર લાવવા માટે ગૂગલ મદદ માટે આગળ આવ્યુ છે. નાના વેપારીઓ અને ઉદ્યોગોને ઇન્ટરનેટ કંપની Google લૉનની સુવિધા ઉપલબ્ધ કરાવવા જઇ રહી છે.

કંપનીએ આ નવા પગલા માટે પોતાની યુપીઆઇ પેમેન્ટ એપ ગૂગલ પેના બિઝનેસ વર્ઝન ગૂગલ પે ફૉર બિઝનેસનો ઉપયોગ કરવા જઇ રહી છે.

ગેજેટ્સ 360ના રિપોર્ટ પ્રમાણે, કંપની આ માટે પોતાની સહયોગી નાણાંકીય સંસ્થાઓના સંપર્કમાં છે, અને આ યોજના પર કામ કરી રહી છે. હાલ કંપનીએ આના વિશે વધુ માહિતી આપી નથી.



ગુરુવાર 25 જૂને ગૂગલે પોતાના આ નવા પગલાની જાહેરાત કરી, કંપનીએ જણાવ્યુ કે ગૂગલ પે ફોર બિઝનેસ (Google Pay for Business) એપ સાથે પહેલાથી જ દેશમાં લગભગ 30 નાના વેપારીઓ જોડાયેલા છે, અને હવે કંપની આવનારા સમયમાં તેમને લૉન આપવાની સુવિધા પર કામ કરી રહી છે.

નોંધનીય છે કે, કૉવિડ-19 મહામારીના કારણે સમગ્ર દુનિયા છેલ્લા ત્રણ મહિનાથી સ્થગિત થઇ ગઇ છે. મોટાભાગની આર્થિક ગતિવિધિઓ અટકી પડી છે. ભારતમાં નાના-મોટા તમામ વેપારી સમુદાય હાલ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે. આ વાતને ધ્યાનમાં રાખીને ગૂગલ આ ખાસ સુવિધા અવેલેબલ કરાવવા જઇ રહ્યું છે.