નવી દિલ્હી:  ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Pocoએ પોતાનો નવો સ્માર્ટફોન Poco X3 ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનમાં 48 મેગાપિક્સલની સાથે 5160 mAhની બેટરી આપવામાં આવી છે. 


 આ ફોનની કિંમત 18,999 રૂપિયાની રાખવામાં આવી છે. Poco X3ના 8GB રેમ અને 128 GB વેરિએન્ટની કિંમત 20,999 રૂપિયા છે. ફોનની પ્રથમ સેલ  6 એપ્રિલે ફ્લિપકાર્ટ પર છે. જો તમે આઈસીઆઈસીઆઈ (ICICI) બેંક ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઈ દ્વારા ફોન ખરીદશો તો તમને 10 ટકા સુધીની છૂટ મળશે. 


સ્પેસિફિકેશન્સ 


Poco X3 Proમાં 6.67 ઇંચની ફુલ HD પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે.  પ્રોટેક્શન માટે ગોરિલા ગ્લાસનું આપવામાં આવ્યો છે. આ ફોન એન્ડ્રોઇડ 11 ના આધારે MIUI 12 પર કામ કરે છે. આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 860 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેના બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં 6GB + 128GB સ્ટોરેજ અને 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિએન્ટ્સ શામેલ છે. ફોનમાં લિક્વિડ કૂલ ટેક્નોલજી પ્લસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


કેમેરા


ફોટોગ્રાફી માટે ફોનમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેનો પ્રાઈમરી કેમેરા 48 મેગાપિક્સલ છે. તેના સિવાય 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ એન્ગલ લેન્સ, 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર અને 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર પણ આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. 


Poco X3 Proમાં પાવર માટે દમદાર બેટરી આપવામાં આવી છે. ફોનમાં 5,160mAhની બેટરી આપવામાં આવી છે. સાથે ફોન Widevine L1 સર્ટિફિકેશન સાથે HDR 10 સપોર્ટ, સ્ટીરિયો, સ્પીકર્સ, ઓડિયો ક્વાલિટી માટે ક્વોલકોમ aptX HD, IR બ્લાસ્ટર, હેડફોન જેક આપવામાં આવ્યું છે. આ ફોન ગોલ્ડન બ્રોઝ, ગ્રેફાઈટ બ્લેક અને સ્ટીલ બ્લૂ કલર ઓપ્શન્સમાં અવેલેબલ છે. 


આ પણ વાંચો 


PAN-Aadhaar Card Linking: પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ આજે, દંડથી બચવુ છે તો કરો આ કામ


WhatsAppમાં આવી રહ્યું છે Facebookનું આ ખાસ ફિચર, જાણો શું છે ને કઇ રીતે કરશે કામ


PUBG Launch Update: બહુ જલ્દી ભારતમાં આવશે PUBG, કંપનીએ શું આપ્યુ મોટુ નિવેદન