યૂઝર્સને આકર્ષવા માટે તમામ ટેલીકોમ કંપનીઓ પ્લાનમાં ઓફર્સ આપી રહી છે. ટેલીકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને પ્રીપેડ પ્લાન ઓફર કરી રહી છે. જેમાં 250 રૂપિયાની અંદર છે. આ ઓલ ઈન વન પ્રીપેડ પ્લાન છે જેની કિંમત ખૂબ સસ્તી છે.
જિયોના 250 રૂપિયાથી ઓછી કિંમતના પ્રીપેડ પ્લાન
155 રૂપિયાનો જિયોનો પ્રીપેડ પ્લાન - તમને જિયોના 4 પ્રીપેડ પ્લાન મળી જશે જે 250 રૂપિયાથી ઓછી કિંમતના છે. જેમાં જિયોનો 155 રૂપિયાની કિંમતનો પ્રીપેડ પ્લાન છે. જેની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં 28 GB ડેટા અનલિમિટેડ કોલિંગ અને 300 SMS અને જિયોનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે.
185 રૂપિયાના જિયોના પ્રીપેડ પ્લાન- બીજો 28 દિવસનો 185 નો પ્લાન છે જેમાં અનલિમિટેડ કોલિંગ અને 300 SMS ની સુવિધા મળે છે. આ પ્લાનમાં જિયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં મળે છે.
199 રૂપિયાનો જિયોનો પ્લાન- કંપનીનો ત્રીજો પ્લાન 199 રૂપિયાનો છે. આ પ્લાનમાં વેલિડિટી 28 દિવસની છે. જેમાં 42 જીબી ડેટા, એટલે કે દરરોજ 1.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અન 100 SMS મળે છે. આ પ્લાનમાં જિયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં મળે છે.
249 રૂપિયાનો જિયોનો પ્લાન- આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMS મળે છે. આ પ્લાની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં જિયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં મળે છે.
એરટેલના 250 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાન
199 રૂપિયાનો પ્લાન- એરટેલમાં તમેને આવા ત્રણ પ્લાન મળે છે જેની કિંમત 250 રૂપિયાથી ઓછી છે. 199 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ સુવિધા મળે છે.પ્લાનની વેલિડિટી 24 દિવસની છે. જેમાં પ્રાઈમ વીડિયો એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
129 રૂપિયાનો પ્લાન- 129 રૂપિયાના પ્લાનામાં 1 જીબી ડેટા મળે છે. અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ સુવિધા મળે છે. જેમાં પ્રાઈમ વીડિયો એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ અને શો અકેડમીનો ફાયદો પણ મળે છે.
249 રૂપિયાનો પ્લાન- એરટેલના આ પ્લાનમાં 1.5 જીબી ડેટા, 100 SMS અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ સિવાય પ્રાઈમ વીડિયો, એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, વિંક મ્યૂઝિક, શો એકેડમીનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. સાથે જ ફ્રી હેલોટ્યૂન્સ અને ફાસ્ટેગ ટ્રાંજેક્શન પર 150 રૂપિયા કેશબેક મળે છે.
વોડાફોનના 250 રૂપિયાથી ઓછી કિંમતના પ્રીપેડ પ્લાન
219 રૂપિયાના Vi પ્રીપેડ પ્લાન - વોડાફોનના 250 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી 1 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ સુવિધા મળે છે. આ પ્લાનમાં Vi Movies & TV અને Voot Select સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં મળે છે.
249 રૂપિયાના Vi પ્રીપેડ પ્લાન- 28 દિવસના આ પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ સુવિધા મળે છે. એપથી રિચાર્જ કરવા પર 5 જીબી એક્સ્ટ્રા ડેટા મળે છે. આ સાથે જ વીકેંડ રોલ ઓવર ડેટા બેનિફિટ અને Vi Movies & TV નું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.
250 રૂપિયાથી ઓછી કિંમતના પ્રીપેડ પ્લાન, Jio-Airtel-Vodafone માં કોણ છે વધારે સસ્તું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jan 2021 06:24 PM (IST)
યૂઝર્સને આકર્ષવા માટે તમામ ટેલીકોમ કંપનીઓ પ્લાનમાં ઓફર્સ આપી રહી છે. ટેલીકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને પ્રીપેડ પ્લાન ઓફર કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -