Jio Price Hike: જિઓ યૂઝર્સને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. Jioએ પોતાના પ્રીપેડ પ્લાન્સની કિંમત વધારી દીધી છે. કંપનીએ JioPhone યૂઝર્સને મળનારી ઇન્ટ્રૉક્ટ્રી ઓફરને બંધ કરી દીધી છે. ટેલિકૉમ કંપની પોતાના પ્લાનની કિંમતમાં 20 ટકા સુધીનો વધારો કરી દીધો છે. આ પહેલા બ્રાન્ડે 749 રૂપિયામાં આવનારા જિઓ ફોન પ્લાનને બંધ કરી દીધા હતા.
આની જગ્યાએ નવો પ્લાન રિલીઝ કર્યો છે, જે કિંમતમાં વધારે અને બેનિફિટ્સમાં પહેલાવાળા પ્લાનથી ઓછો છે. કંપનીનુ માનીએ તો આ તમામ પ્લાન્સ ઇન્ટ્રૉક્ટ્રી ઓફર હતા, જે હવે ખતમ થઇ ગયા છે.
કયા પ્લાન્સની કિંમતો વધી ?
Jio Phoneનું 155 રૂપિયામાં આવનારુ રિચાર્જ હવે 186 રૂપિયા થઇ ગયુ છે, આ પ્લાનમાં યૂઝર્સને 28 દિવસની વેલિડિટી મળશે. વળી 185 રૂપિયાનો પ્લાન હવે 222 રૂપિયાનો થઇ ગયો છે.
આ પ્લાનમાં પણ યૂઝર્સને 28 દિવસની વેલિડિટી મળે છે, તાજેતરમાં જ કંપનીએ 749 રૂપિયાના પ્લાનની કિંમત 899 રૂપિયા કરી દીધી છે. જાણો આ પ્લાનમાં મળનારી ઓફર્સની ડિટેલ્સ વિશે......
Jio Phone Recharge Plan -
જિઓ ફોન યૂઝર્સને બેઝ પ્લાન માટે 186 રૂપિયા ખર્ચ કરવો પડશે. પહેલા આ પ્લાન 155 રૂપિયામાં આવતો હતો, આમાં યૂઝર્સને 28 દિવસની વેલિડિટી માટે 1GB ડેલી ડેટા મળે છે. વળી 222 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને 2GB ડેલી ડેટા મળે છે.
FUP લિમીટ ખતમ થયા બાદ યૂઝર્સને 64Kbps ની સ્પીડથી ડેટા મળતો રહેશે, બન્ને પ્લાનમાં 28 દિવસની વેલિડિટી, અનલિમીટેડ કૉલિંગ અને ડેલી 100 SMS મળે છે.
વળી, 899 રૂપિયા (પહેલા 749 રૂપિયા) વાળા Jio Phone Planમાં યૂઝર્સને 336 દિવસની વેલિડિટી મળશે, આ પ્લાનમાં યૂઝર્સને 28 દિવસ માટે 2GB ડેટા અને આખા પ્લાનમાં કુલ 24GB ડેટા મળશે.
રિચાર્જમાં અનલિમીટેડ વૉઇસ કૉલિંગ મળશે, જ્યારે પ્રત્યેક 28 દિવસ પર 50 SMS મળશે, આ પ્લાનમાં યૂઝર્સને જિઓ એપ્સની કૉમ્પ્લિમેન્ટ્રી સબ્સક્રિપ્શન પણ મળશે.
આ પણ વાંચો.....
Kalasarpa Dosha Nivarana:કાળસર્પ યોગના કારણે થાય છે આ નુકસાન, નિવારણ માટે કરો આ વિધાન
India Corona Cases Today: ભારતમાં કોરોનાની રોકેટ ગતિ, 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ
પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં ડીઝલ ભરાવા ખેડૂતોની લાંબી લાઈન લાગી
PhonePe IPO: પેમેન્ટ કંપની PhonePe IPO લાવવાની તૈયારીમાં, Flipkart પાસે કંપનીમાં 87% હિસ્સો છે
Weight Loss With Curry Leaves:ઝડપથી વજન ઘટાડવા માટે અસરદાર છે લીમડાના પાન, આ રીતે કરો સેવન