નવી દિલ્હીઃ પબજી ગેમના શોખીનો એક સારા સમાચાર સામે આવ્યા છે. PUBG મોબાઇલએ 0.18.0 અપડેટ રિલીઝ કરવા વિશે ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે. અટકળોને ફગાવતા પબજી મોબાઇલ અપડેટમાં મિરામાર મેપનુ નવુ વર્ઝન 7 મેએ લૉન્ચ થવાનુ છે. મેપનુ નામ મેડ મિરામર રાખવામાં આવ્યુ છે, આમાં કેટલાક નવા ફિચર્સ એડ કરવામાં આવ્યા છે, જે યૂઝર્સને ખુબ પસંદ આવી શકે છે.


મિરામાર મેપના નવા વર્ઝનમાં સ્નાઇપર રાઇફલ, વેન્ડિંગ મશીન, ચીયર પાર્ક, ગોલ્ડન મિરાડો નામનું એક નવુ વાહન હશે, એરિના મૉડમાં P90 ગનને પણ સામેલ કરવામાં આવી છે, આ એકજ વારમાં એકસાથે 50 ગોળીઓ છોડી શકે છે.

આ ઉપરાંત અન્ય ફેરફારોમાં નવી રિઝલ્ટ સ્ક્રીન, એક નવો ટ્રેનિંગ મૉડ, Win94 બંદૂકમાં સ્કૉપનો સપોર્ટ વગેરે સામેલ હશે. વેન્ડિંગ મશીનનો ઉપયોગ હેલ્થ કિટ અને એનર્જી ડ્રિન્ક લેવા માટે કરવામાં આવશે.



શું હશે ખાસ?
મિરામર પબજી મોબાઇલ ગેમ્સમાં સૌથી મોટુ મેપ છે, આ સ્નાઇપિંગ પસંદ કરનારાઓ માટે જબરદસ્ત ફિચર હશે, ઇરેન્ગલ અને સનહોક ગેમ્સની જેમ મેપમાં ખાલી મેદાન હશે, જેમા ઉંચી ઉંચી ઇમારતો અને પહાડો સ્નાઇપરને મદદ કરશે. મેડ મિરામર અપડેટ વર્ઝનમાં વિન્ચેસ્ટર મૉડલ 1894 કે Win94 રાઇફલ્સ પણ મળશે. ઉલ્લેખનીય છે કે પબજી મોબાઇલ ગેમ્સમાં સૌથી વધુ લોકપ્રિય છે.