નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર કંપની સેમસંગે ગ્રાહકોને પોતાની તરફ ખેંચવા માટે પોતાના દમદાર ફોનની કિંમતમાં ધરખમ ઘટાડો કરી દીધો છે. થોડાક સમય પહેલા સ્માર્ટફોન્સ પર જીએસટી દર 12 ટકાથી વધારીને 18 ટકા કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે સ્માર્ટફોન કંપનીઓએ પોતાના સ્માર્ટફોનની કિંમતો વધારી દીધી હતી.
હવે સેમસંગે પોતાના ગ્રાહકોને લાભ આપવા માટે સેમસંગ ગેલેક્સી M21 સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કરી દીધો છે.
સેમસંગ ગેલેક્સી M21ની નવી કિંમત
સેમસંગે ગેલેક્સી M21ની કિંમતમાં 1,023 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આવામાં હવે Galaxy M21ના 4GB રેમ વાળા વેરિએન્ટની કિંમત 13,199 રૂપિયા થઇ ગઇ છે, નવી કિંમતો તમે Samsung ઇન્ડિયાની વેબસાઇટ પર જોઇ શકો છો.
ગેલેક્સી M21ના ફિચરની વાત કરીએ તો આમાં 6.4 ફૂલ એચડી પ્લસ ઇનફિનિટી-યુ sAMOLED ડિસ્પ્લે મળે છે. આમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3નુ પ્રૉટેક્શન છે.
ફોટોગ્રાફી માટે આ ફોનમાં રિયરમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં પ્રાઇમરી સેન્સર 48 મેગાપિક્સલ મળશે, જ્યારે 8 મેગાપિક્સલનુ બીજુ સેન્સર અને ત્રીજુ 5 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર અવેલેબલ છે. ફોનમાં સેલ્ફી માટે 20 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોટોગ્રાફી માટે આ ફોન સારો સાબિત થયો છે.
ગેલેક્સી M21 ફોનમાં ઓક્ટોકૉર એક્સિનૉસ 9611 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, જ્યારે પાવર માટે ફોનમાં 6000 mAhની દમદાર બેટરી આપવામાં આવી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોન એન્ડ્રોઇડ 10 પર આધારિત One UI 2.0 પર કામ કરે છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત બેટરી છે, જે ફૂલ ચાર્જ કરવાથી બે દિવસ (સ્ટાન્ડર્ડ યૂઝ) આરામથી ચાલે છે.
6000 mAhની બેટરીવાળા સેમસંગના આ ફોનમાં થયો ધરખમ ઘટાડો, જાણો હવે કેટલામાં મળશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 May 2020 04:13 PM (IST)
સેમસંગે ગેલેક્સી M21ની કિંમતમાં 1,023 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આવામાં હવે Galaxy M21ના 4GB રેમ વાળા વેરિએન્ટની કિંમત 13,199 રૂપિયા થઇ ગઇ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -