નવી દિલ્હીઃ ભારત સરકારે પૉપ્યુલર એપ PUBGને ભારતમાં બેન કરી દીધી છે. પબજી લવર્સ માટે હાલ નિરાશાનો માહોલ છે, પરંતુ આ બધાની વચ્ચે રિપોર્ટ છે કે PUBG ફરીથી ભારતમાં કમબેક કરી શકે છે. PUBG મૂળ રીતે સાઉથ કોરિયન કંપની બ્લૂ હૉલ સ્ટૂડિયોની ગેમ છે, ખાસ વાત છે કે પ્રતિબંધ લાદ્યા બાદ કંપનીએ ચીની કંપની ટેન્સેન્ટ પાસેથી બ્લૂ હૉલ સ્ટૂડિયોએ PUBG મોબાઇલની ફ્રેન્ચાઇજી પાછી ખેંચી લીધી છે, અને હવે રિલાયન્સ જિઓ પાસે ડિસ્ટ્રીબ્યૂશન માટે વાત ચાલી રહી છે.


જિઓની સાથે થઇ શકે છે ડીલ પાક્કી...
બ્લૂ હૉલ સ્ટૂડિયોના એક બ્લૉગ પૉસ્ટ દ્વારા ખબર પડી છે કે કંપની ભારતમાં ગેમના ડિસ્ટ્રીબ્યૂશન માટે રિલાયન્સ જિઓ સાથે ડીલ કરી રહી છે. અત્યારે ડીલની શરૂઆત થઇ છે. જોકે હજુ આને લઇને કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી.

સરકાર લગાવી ચૂકી છે ચીની એપ્સ પર પ્રતિબંધ....
ભારત સરકારે તાજેતરમાં જ યૂઝર્સની સાથે સાથે દેશની સુરક્ષાને ખતરો બતાવતા 118 મોબાઇલ એપ્સને બેન કરી દીધી હતી. બેન કરાયેલી કેટલીય એપ્સમાં મોટા નામ સામેલ હતા. ભારતમાં પૉપ્યૂલર લૂડો, કેરમ સહિતની એપ્સ હાલ પ્રતિબંધિત થઇ ચૂકી છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ