નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપનીઓ હવે 5G ટેકનોલૉજી વાળા ફોન લૉન્ચ કરવા લાગી છે. આ બધાની વચ્ચે રિયલમી પણ પોતાના સસ્તો ફોન ભારતમાં લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોનનુ નામ Realme 7 5G છે.


કહેવાઇ રહ્યું છે કે રિયલમી પોતાના આ 5G ફોનને 20,000 રૂપિયાથી પણ ઓછી કિંમતે લૉન્ચ કરી શકે છે. આ ફોન ભારત સહિત કેટલાય દેશોમાં લૉન્ચ કરવામાં આવશે. આ ફોનને Realme V5ના ગ્લૉબલ વેરિએન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ ફોન બહુ જલ્દી માર્કેટમાં એન્ટ્રી કરશે.

આ હોઇ શકે છે કિંમત
Realme 7 5G સાથે જોડાયેલી કેટલીક ઓફિશિયલ ડિટેલ સામે આવી છે. પરંતુ ટિપ્સ્ટર અનુસાર, Realme 7 5Gના RMX2111 મૉડલ નંબરની સાથે દેખાયો છે. લીક રિપોર્ટ્સ અનુસાર આના 6GB RAM + 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 1,499 યુઆન એટલે લગભગ 17,000 રૂપિયા હોઇ શકે છે. વળી આના 8GB RAM + 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટ 1,899 યુઆન એટલે 21,400 રૂપિયામાં લૉન્ચ થઇ શકે છે.

ખાસ વાત છે કે Realme 7 5G ફોનની ટક્કર Vivo V20 SE ફોન સાથે થવાની છે. આમાં પણ કંપનીએ દમદાર ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 720જી આપ્યુ છે. હાલ આની કિંમત પણ લગભગ 18000 રૂપિયાની આસપાસ છે.