Realme C15 સસ્તામાં ખરીદવાનો મોકો, અહીં મળી રહ્યું છે આટલુ બધુ ડિસ્કાઉન્ટ, જાણો ઓફર.....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Feb 2021 10:54 AM (IST)
આ સેલમાં Realme C15 પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીં તમે આ ફોનને લગભગ 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટની સાથે ઓર્ડર કરી શકો છો. જાણો શું છે કિંમત ને સ્પેશિફિકેશન્સ.....
(પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર ચાલી રહેલી Realme Days Saleમાં પોતાના મનગમતા સ્માર્ટફોનને સસ્તામાં ખરીદવાનો બેસ્ટ મોકો મળી રહ્યો છે. જો તમે પણ ઓછી કિંમતે સારો ફોન ખરીદવા ઇચ્છતા હોય તો અહીં બેસ્ટ ઓપ્શન છે. આ સેલમાં Realme C15 પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીં તમે આ ફોનને લગભગ 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટની સાથે ઓર્ડર કરી શકો છો. જાણો શું છે કિંમત ને સ્પેશિફિકેશન્સ..... આ છે નવી કિંમત Realme C15ના 3GB વાળા વેરિએન્ટની અસલ કિંમત 9,999 રૂપિયા છે, પરંતુ સેલમાં આ ફોન તમને 8999 રૂપિયામાં મળી જશે. વળી આના 4GB વાળા વેરિએન્ટને તમે 10,999 રૂપિયાની જગ્યાએ માત્ર 9,999માં ઓર્ડર કરી શકો છો. ફોનમાં ધાંસૂ ફિચર્સ છે. સ્પેશિફિકેશન્સ.... રિયલમી C15 સ્માર્ટફોનમાં 6.5 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં મીડિયાટેક હીલોયો G35 ચિપસેટ છે. ફોનની બેક પેનલમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી ક્વૉડ સેટઅપ છે, સેલ્ફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો કેમેરો છે. આ ઉપરાંત ફોનમાં 6000mAhની બેટરી પણ આપવામાં આવી છે.