નવી દિલ્હીઃ સ્માર્ટફોન બ્રાંડ Realme ભારતમાં તેના સ્માર્ટફોન માટે ઘણી જાણીતી છે. તાજેતરમાં કંપનીએ તેના 10 વોટના વાયરલેસ ચાર્જરના લોન્ચની સાથે ભારતમાં ઉત્પાદન પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યુ છે. 899 રૂપિયાની કિંમતમાં વાયરલેસ ચાર્જર કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
Realme 10 વોટ વાયરલેસ ચાર્જરને બજારમાં ફાસ્ટ ચાર્જ ટેકનીક સાથે લોન્ચ કર્યુ છે. તેનો ઉપયોગ સ્માર્ટફોન કે અન્ય કોઈ ડિવાઈસને વાયરલેસ રીતે ચાર્જ કરવા કરી શકાય છે. તેમાં 5V/9V ટાઈપ-સી ઈનપુટ આપવામાં આવે છે. વાયરલેસ ચાર્જરમાં એન્ડ્રોઈડ ફોન માટે મહત્તમ 10 વોટ્ અને Apple iPones માટે 7.5 વોટની સુવિધા આપવામાં આવી છે. Realmeનું આ વાયરલેસ ચાર્જર 50cm ચાર્જ કેબલ સાથે આવે છે.
રિયલમીના વાયરલેસ ચાર્જરની ડિઝાઇનની વાત કરવામાં આવે તો મેટ સોફ્ટ પેંટ કરવામાં આવ્યું છે. જેના કારણે અચાનક પડવાથી થનારા નુકસાનથી બચાવી શકાય છે. આ ચાર્જરની જાડાઈ 9 એમએમ છે. જે ક્રેડિટ કાર્ડ અને અન્ય ધાતુની વસ્તુઓની ઓળખ કરવામાં સક્ષમ છે. જેની નજીક આવતાં જ સ્વયં બંધ થઈ જાય છે.
આ પહેલા કંપનીએ 125W અલ્ટ્રાડાર્ટ ચાર્જર રજૂ કર્યુ હતું. જેમાં ડિવાઇસ 3 મિનિટમાં 33 ટકા સુધી ચાર્જ થઈ શકતું હોવાનો દાવો કરાયો હતો.
Realme એ લોન્ચ કર્યુ 10 વૉટનું વાયરલેસ ચાર્જર, કિંમત જાણીને રહી જશો દંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Aug 2020 05:11 PM (IST)
રિયલમીના વાયરલેસ ચાર્જરની ડિઝાઇનની વાત કરવામાં આવે તો મેટ સોફ્ટ પેંટ કરવામાં આવ્યું છે. જેના કારણે અચાનક પડવાથી થનારા નુકસાનથી બચાવી શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -