Realme Watch 3 Launch: રિયલમીએ (Realme) પોતાની નવી સ્માર્ટવૉચ Realme Watch 3ને ભારતીય માર્કેટમાં લૉન્ચ કરી દીધી છે. આ વૉચની સાથે રિયલમીએ Realme Pad X ટેબલેટ, Buds Air 3 Neo, Buds Wireless 2S, સ્માર્ટ કી બોર્ડ, સ્માર્ટ પેન્સિલ અને ફ્લેટ મૉનિટરને પણ લૉન્ચ કરી દીધી છે. Realme Watch 3ને બ્લૂટૂથ કૉલિંગ ફિચર્સની સાથે લૉન્ચ કરવામાં આવી છે, જે તમને આ વૉચથી કૉલ કરવાની સુવિધા આપશે. આ વૉચમાં માઇક્રૉફોન અને સ્પીકર આપવામા આવ્યા છે. આની સાથે જ આ વૉચમાં 1.8 ઇંચની મોટી TFT ડિસ્પ્લે આપવામા આવી છે, વૉચમાં 500 નીટ્સની બ્રાઇટનેસ છે. Realme Watch 3માં બ્લડ ઓક્સિજનનો સપોર્ટ પણ આપવામાં આવ્યા છે. જાણો Realme Watch 3 સ્માર્ટ વૉચની સ્પેશિફિકેશન્સ અને કિંમત વિશે ડિટેલ્સમાં........
Realme Watch 3ની સ્પેશિફિકેશન્સ -
Realme Watch 3 કંપનીની Watch 2 Smartwatch નું અપગ્રેડ વર્ઝન છે.Realme Watch 3માં 1.8- ઇંચની ડિસ્પ્લે અને એક મોટી બેટરી આપવામાં આવી છે. Realme Watch 3 હાર્ટ રેટ સેન્સર, SpO2 મૉનિટર અને એક સ્લીપ મૉનિટરના સપોર્ટની સાથે આવે છે, પરંતુ કસ્ટમર્સને સૌથી બેસ્ટ ફિચર્સ તરીકે બ્લૂટુથ કૉલિંગનો સપોર્ટ આપવામાં આવી રહ્યો છે.કંપનીનો દાવો છે કે Watch 3 કૉલ દરમિયાન ક્લિયર ઓડિયો માટે AI નૉઇસ કેન્સલેશન એલ્ગૉરિધમ (Algorithm) નો ઉપયોગ કરે છે. Realme Watch 3 કેસિંગ પર વેક્યૂમ પ્લેટેડ રિફ્લેક્ટિવ મેટાલિક ફ્રેમનો ઉપયોગ કરે છે, જે આને ખુબ મજબૂતી આપવાનુ કામ કરે છે. Realme Watch 3 માં 110થી વધુ સ્પોર્ટ્સ મૉડનો સપોર્ટ આપવામાં આવ્યો છે. Realme Watch 3માં 340mAh ની બેટરી આપવામા આવી છે, જે એક અઠવાડિયા સુધી ચાલી શકે છે.
Realme Watch 3 ની કિંમત -
Realme Watch 3ની કિંમત 3,499 રૂપિયા છે, પરંતુ આની શરૂઆતમાં 2,999 રૂપિયાની ઓફર પ્રાઇસ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે, આની પહેલી સેલ 2 ઓગસ્ટ, 2022 એ બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ, અમેઝૉન અને રિયલમીના ઓનલાઇન સ્ટૉર પર શરૂ થશે.
આ પણ વાંચો...........
Monkeypox Case In Delhi: દિલ્હીમાં મંકીપૉક્સનો વધુ કેસ, વિદેશ યાત્રાને છે રેકોર્ડ
સરકારે 4,32,796 કંપનીઓના નામ લિસ્ટમાંથી હટાવ્યા, ઝડપથી તપાસો કે તમારી કંપનીનું નામ તો તેમાં નથી ને
જોખમ વગર કરોડપતિ બનવા માંગો છો, આ સરકારી યોજનાઓમાં કરો રોકાણ, જાણો