નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમી આજે ભારતમાં પોતાનો દમદાર ફોન Redmi 9i લૉન્ચ કરવા જઇ રહી છે.ફોનને આજે બપોરે 12 વાગે લૉન્ચ કરવામાં આવશે. Redmi 9 સીરીઝનો આ ચોથો ફોન માર્કેટમાં આવશે. કંપની આ પહેલા Redmi 9, Redmi 9A અને Redmi 9 Prime પહેલા જ લૉન્ચ કરી ચૂકી છે. Redmi 9iની શરૂઆતી કિંમત 7,999 રૂપિયા હશે. જાણો શું શું છે ખાસિયતો....


ફોનની ખાસિયતો છે હટકે.....
શ્યાઓમીના Redmi 9i સ્માર્ટફોન કંપની 4GB રેમ અને 64 GB સ્ટોરેજ, 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ સાથે બે વેરિએન્ટ સાથે લૉન્ચ કરી શકે છે. 4GB રેમ 128GB સ્ટોરેજ મોડલની કિંમત સામે નથી આવી. કંપનીએ ફોનના કેટલાક ફિચર્સને અપડેટ કર્યા છે. કંપની ફોન માટે પહેલાથી ટીઝર આપી દીધુ હતુ, જેમાં લખ્યું હતુ, ‘Big On watching Videos’, એટલે કે ફોનની સ્ક્રીન મોટી હશે. ટીઝર પરથી એ ખબર પડે છે કે, Redmi 9i વૉટરડ્રોપ-સ્ટાઈલ નૉચ સાથે આવશે. આ ફોન MIUI 12 સોફ્ટવેર પર ચાલશે. Redmi 9i ફોન 3.5mm ઓડિયો જેક સાથે આવશે.



બીજી એક લિક્સ પ્રમાણે, રેડમીના આ ફોનમાં લાર્જ ડિસ્પ્લે, અને લાર્જ બેટરી ફિચર્સ છે. ઉપરાંત સ્ટોરેજ વધારવા માટે માઈક્રો-એસડી કાર્ડ સપોર્ટ સાથે આવશે. ફોનમાં ગેમ સેન્ટ્રિક ફીચર્સ અને શાનદાર કેમેરા મળવાની આશા છે. આ બન્ને વેરિએન્ટની કિંમત 10 હજારથી ઓછી હોવાનું અનુમાન છે. રેડમી સીરિઝના તમામ ફોનની કિંમત 10 હજારની આસપાસ છે.

Redmi 9iની સીધી ટક્કર માર્કેટમાં અવેલેબલ Realme C11 સ્માર્ટફોન સાથે થશે. રિયલમીનો આ ફોન 7,499 રૂપિયામાં અવેલેબલ છે.