નવી દિલ્હી: શાઓમીએ Redmi K20 Proનું એક પ્રિમિયમ એડિશન લોન્ચ કર્યું છે. આ નવા વર્ઝનમાં રેગ્યુલર Redmi K20 Proની તુલનામાં Redmi K20 Pro એક્સક્લૂઝિવ એડિશનમાં એક નવા ક્વૉલકોમ પ્રોસેસર, વધુ રેમ અને લધુ સ્ટોરેજ સામેલ છે. તેની સાથે કંપની નવા વર્ઝનમાં એક નવો કલર વેરિઅન્ટ ‘કૂલ બ્લેક’ એડ કરવામાં આવ્યો છે. આ ફોનને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.


Redmi K20 Proના પ્રિમિયમ એડિશન કુલ ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં 8GB રેમ અને 128 GB સ્ટોરેજ વાળા વેરિઅન્ટની કિંમત આશરે 27 હજાર રૂપિયા છે. 8GB રેમ અને 512 GB સ્ટોરેજ વાળા વેરિઅન્ટની કિંમત આશરે 30 હજાર રૂપિયા અને 12GB રેમ અને 512 GB સ્ટોરેજ વાળા વેરિઅન્ટની કિંમત આશરે 32 હજાર રૂપિયા છે.

Redmi K20 Proના એક્સક્લૂસિવ વર્ઝનને ગ્લેશિયર બ્લૂ, ફ્લેમ રેડ, કાર્બન બ્લેક, વોટર હની અને કૂલ બ્લેક વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જો કે કંપનીએ ભારતમાં Redmi K20 Proના નવા વર્ઝનના લોન્ચિંગ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

ડ્યુઅલ પૉપ-ઓપ સેલ્ફી કેમેરા અને શાનદાર ફિચર્સ સાથે Vivo V17 Pro ભારતમાં લોન્ચ, જાણો શું છે કિંમત

આ ડોક્યુમેન્ટ Digi Locker અને mParivahanમાં અપલોડ નહીં થાય, તેના માટે પણ લાઈનમાં ઉભું રહેવું પડશે, જાણો કેમ

IPHONE 11 સીરીઝનું આજથી ભારતમાં પ્રી-બુકિંગ શરૂ, જાણો ક્યાંથી કરાવી શકશો નવો આઇફોન બુક.......