નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમીએ તાજેતરમાં જ ભારતમાં પોતાની નવી સીરીઝ લૉન્ચ કરી હતી. આજથી આ સીરીઝના Redmi Note 10 સ્માર્ટફોનની પહેલી ફ્લેસ સેલ છે. આ સેલ બપોરે 12 વાગે શરૂ થઇ ચૂકી છે. જો તમે આ ફોનને ખરીદવા ઇચ્છતા હોય તો Amazon.com અને Mi.com પરથી ખરીદી શકો છો. આ ઉપરાંત ફોનને ઓફલાઇન રિટેલર્સ પાસેથી પણ ખરીદી શકાય છે. આ ફોન પર કેટલીય ઓફર્સ આપવામાં આવી રહી છે, જાણઓ શું છે ઓફર્સ......


આ છે કિંમત અને ફિચર્સ.... 
Redmi Note 10ના 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 11,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આના 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા રાખવામાં આવી છે. 


જો તમે આ ફોનને ICICI બેન્ક ક્રેકિટ કાર્ડથી ખરીદશો તો તમને 500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. સાથે તમે ફોનને EMI ઓપ્શન અંતર્ગત પણ ઓર્ડર કરી શકો છો. આ ફોન Aqua Green, Frost White અને Shadow Black કલર ઓપ્શનમમાં અવેલેબલ છે. 


Redmi Note 10ના સ્પેશિફિકેશન્સ.... 
Redmi Note 10માં 6.43 ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ MIUI 12 બેઝ્ડ Android 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. પરફોર્મન્સ માટે આમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 678 પ્રૉસેસર આપવામાં આવશે. આમાં 6GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી છે. જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી 512 GB સુધી લંબાવી શકાય છે. 


Redmi Note 10માં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલ, સેકન્ડરી 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ, 2 મેગાપિક્સલ માઇક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે  આમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે ફોનમાં 5020mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગના સપોર્ટની સાથે આવે છે. 


ખાસ વાત છે કે Redmi Note 10ની ભારતમાં જોરદાર ટક્કર સેમસંગ સાથે છે. રેડમી નૉટ 10 માર્કેટમાં Samsung Galaxy M12ને ટક્કર આપવામાં માટે ઉતારવામાં આવ્યો છે.