નવી દિલ્હી:  છેલ્લા કેટલાક સમયથી ચર્ચા જગાવ્યા બાદ શાઓમીએ આખરે  Redmi Note 7 ભારતમાં લૉન્ચ કરી દીધો છે. કંપનીએ આજે Redmi Note 7 અને Redmi Note 7 Pro ને ભારતમાં લોન્ચ કરી દીધા છે. જણાવી દઈએ કે ચીનના Redmi Note 7  ને ભારતમાં Redmi Note 7 Pro તરીકે લોન્ચ કર્યો છે.




Note 7 નું વેચાણ 6 માર્ચથી થશે. જ્યારે Redmi Note 7 Pro નું વેચાણ 13 માર્ચ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. ગ્રોહકો તેને શાઓમીની વેબસાઇટ સિવાય ફિલ્પકાર્ટ પરથી પણ ખરીદી શકશે.



Note 7 ને ભારતમાં બે વેરિએન્ટ 3GB/32GB અને 4GB/64GB સ્ટોરેજ સાથે લોન્ચ કર્યો છે. જ્યારે Redmi Note 7 Pro 4GB/64GB અને 6GB/128GB સ્ટોરેજ સાથે લોન્ચ કર્યો છે.


Note 7 માં 1080x2340 રિઝોલ્યુશન સાથે 6.3 ઈંચની ફુલ HD+ LTPSડિસ્પ્લે સાથે ટૉપ પર વૉટરડ્રોપ નૉચ છે. ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે. ફોનમાં 4000 mAhની બેટરી આપવામાં આવી છે. અને ક્વિક ચાર્જ 4નું સપોર્ટ આપવામાં આવ્યું છે.


Note 7ના રિયરમાં 12MP 2MP અને નો કેમેરા આપવામાં આવ્યો છે. સાથે ફ્રન્ટ કેમેરા 13MP આપવામાં આવ્યો છે. જેમાં AI ફેસ અનલોક અને AI સિંગલ શોટ બ્લર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોન પિંક, બ્લેક અને બ્લૂ ઓપ્શનમાં લોન્ચ કર્યો છે. Redmi Note 7 ની 3GB/32GB સ્ટોરેજની કિંમત 9,999 અને 4GB/64GB સ્ટોરેજવાળા ફોનની 11,999 રૂપિયા છે.
Redmi Note 7 Pro  અને તેના સ્પેશિફિકેસન્સ


Redmi Note 7 Pro પણ લગભગ Note 7 જેવા જ ફિચર્સ છે. આ ફોનમાં રિયરમાં f/1.8 અપર્ચર સાથે 48MP પ્રાયમરી કેમેરા અને પ્રોટ્રેટ શોટ્સ ક્લિક કરવા માટે 5MP કેમેરા આપવામાં આવ્યો છે. ફ્રંટમાં 13MP કેમેરા સાથે ફેસ અનલોકનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. નોટ 7 પ્રોમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે 6GB/128GB સુધી સ્ટોરેજ આપવામાં આવી છે. Note 7 Pro  4GB/64GB સ્ટોરેજ(13,999 રૂપિયા) અને 6GB/128GB સ્ટોરેજ (16,999) રૂપિયામાં લોન્ચ કર્યો છે.

વાંચો: Xiaomiએ લોન્ચ કર્યો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ