નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની શ્યાઓમીએ તાજેતરમાં જ ભારતમાં Redmi Note 9 પ્રો અને Redmi Note 9 મેક્સ લૉન્ચ કર્યા છે. હવે કંપની આ સીરીઝનો વધુ એક નવો સ્માર્ટફોન લઇને આવી રહી છે.


જોકે, કંપનીએ આ સ્માર્ટફોન વિશે વધુ માહિતી શેર નથી કરી, પણ માનવામાં આવી શકે છે કે આ Redmi Note 9 હોઇ શકે છે. કંપનીના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી આ જાણકારી મળી છે. ફોન આગામી 30 એપ્રિલે લૉન્ચ થઇ શકે છે.


રિપોર્ટ પ્રમાણે, કંપનીનો આ નવો સ્માર્ટફોન Redmi Note 9 બજેટ સેગમેન્ટથી થોડો ઉપર આવશે. આની કિંમત મિડ-પ્રીમિયમ રેન્જમાં રાખવામાં આવશે. આ ફોનની કિંમત અને સ્પેસિફિકેશનની જાણકારી લૉન્ચિંગના સમયે જ મળશે. જેથી થોડી રાહ જોવી પડશે.

Redmi Note 9 સ્માર્ટફોના ફિચર્સ...
રિપોર્ટ પ્રમાણે, Redmi Note 9 સ્માર્ટફોનમાં 6.53 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે મળશે. જ્યારે પરફોર્મન્સ માટે આમાં મીડિયાટેક હિલીયો જી85 પ્રૉસેસર મળશે. સાથે ફોનમાં 4જીબી રેમનો સપોર્ટ પણ મળશે, પાવર માટે હેવી બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પણ ફાસ્ટ ચાર્જિંગની સુવિધા નથી.

આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. ફોનમાં ફોટોગ્રાફી માટે રિયર ચાર કેમેરાનો સેટઅપ મળી શકે છે.