માર્કેટમાં તેના વિકલ્પ તરીકે કેટલીક એપ આવી ચૂકી છે, જેમાં સૌથી વધારે મજબૂત વિકલ્પ સિગ્નલ છે. સિગ્નલ નામની એપ વૉટ્સઅપની માફક મેસેજિંગની જ સુવિધા આપે છે. વૉટ્સઅપના વિવાદ પછી સિગ્નલે ટ્વીટ કરી હતી કે, યુઝર્સ અમારો ઉપયોગ કરે, અમે કોઈ સાથે ડેટા શેર નથી કરવાના.
સિગ્નલે સીધી રીતે કશું કહ્યા વગર વિગતો શેર કરી હતી કે વૉટ્સઅપ તમારો કેટલો ડેટા લીક કરે છે, ફેબસૂક કેટલો ડેટા લીક કરે છે અને સિગ્નલ પોતે કશો ડેટા લીક નથી કરતું. વળી ટેસ્લા મોટર્સના સ્થાપક સંશોધક અને ઉદ્યોગપતિ ઈલોન મસ્કે જાહેર કર્યું કે હું તો વૉટ્સઅપને બદલે સિગ્નલ વાપરીશ. એ પછી દુનિયાભરમાં લાખો લોકોએ ધડાધડે સિગ્નલ મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની શરૂઆત કરી હતી. સિગ્નલનું સર્વર પણ તેનાથી જામ થયુ હતું. વૉટ્સઅપ વર્સિસ સિગ્નલનો ટ્વિટર પર જંગ શરૂ થયો હતો.
સિગ્નલ ફાઉન્ડેશને આ એપ તૈયાર કરી છે
ફેસબુકને વોટ્સએપ વેચ્યા બાદ કો-ફાઉન્ડર બ્રાયન એક્ટને સિગ્નલ ફાઉન્ડેશન બનાવ્યું. ફેસબુક મેસેન્જરની જેમ જ આ પણ એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે જેને વિશ્વમાં સૌથી વધારે સિક્યોર ગણવામાં આવે છે.
Signal App અને WhatsAppમાં શું ફેર છે ?
Signal App યૂજરનો કોઈપણ પ્રકારનો ડેટા કલેક્ટ નથી કરતું જ્યારે WhatsAppએ હવે યૂઝરનો ડેટા જમા કરવાનું શરૂ કર્યું છે. સિગ્નલ એપ માત્ર યૂઝરનો મોબાઈલ નંબર લે છે જ્યારે વોટ્સએપ ફોન નંબર, કોન્ટેક્ટ લિસ્ટ, લોકેશન, મેસેજ જેવા તમામ ડેટા મેળવે છે. સિગ્નલ એપ તમારા મોબાઈલ નંબરને ઓળક સાથે નથી જોડતી જ્યારે વોટ્સએપ જે ડેટા જમા કરે છે તેનાથી યૂઝરની પ્રોફાઈલ તૈયાર થઈ જશે. Signal Appમાં એક બીજા સાથે વાતચીતનો સ્ક્રીનશોટ પણ ન લઈ શકાય જ્યારે WhatsAppમાં આ શક્ય છે.