આ સિક્યોરિટી ફર્મે કહ્યું કે VLCમાં આ મોટી ખામીના કારણે રિમોટ કોડ એક્ઝિક્યૂશન ઇનેબલ થઈ શકે છે જેનાથી ડેટા/ફાઇલ્સને હાઈજેક કરી શકાય છે. તેના દ્વારા ડિવાઈઝનું એક્સેસ લઈને હેકર્સ ખતરનાક સૉફ્ટેવેર પણ ઇન્જેક્ટ કરી શકે છે. જો કે અત્યાર સુધી એવું થયું નથી.
આ ખામી Windows, Linux અને Unix વર્ઝનમાં સામે આવી છે. Video LAN એ આ ખામીને સ્વીકારી છે અને કંપનીએ તેને સુધારવા પર કામ ચાલી રહ્યું છે. Video LAN વીએલસી મીડિયા પ્લેયરની પેરેન્ટ કંપની છે.
જો કે Video LAN એ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે કે VLC Media Playerનો આ બગ VLCને ક્રેશ કરી રહ્યો છે. તો પણ યૂઝર્સ હાલમાં VLC અને MKV ફાઈલ ચલાવવાનું ટાળે. કંપનીએ કહ્યું હાલમાં એવી કોઈ સમસ્યા નથી.