જિઓ ફાઇબરના 100Mbps સ્પીડ વાળા ડેટા પ્લાનની કિંમત 699 રુપિયા છે. જ્યારે તેના મોંઘા 1 Gbps ડેટા સ્પીડની કિંમત 8499 રુપિયા છે. નોંધનીય છે કે, હાલમાં વેલકપ ઓફર અંતર્ગત દરેક પ્લાન સાથે કોઈને કોઈ વસ્તુ ફ્રીમાં આપવામાં આવી રહી છે.
699 રુપિયા વાળો પ્લાન‘બ્રોન્ઝ પ્લાન’છે. તેમાં તમને 100Mbpsની સ્પીડ મળશે. આ પ્લાનમાં 100gb+50gb એકસ્ટ્રા ડેટા મળશે. આ બેસ પ્લાનમાં દેશભરમાં ફ્રી વોઇસ કોલિંગ, TV વીડિયો કોલિંગ, ગેમિંગ સપોર્ટ વગેરે જેવી સુવિધા મળશે.
સિલ્વર પ્લાન 849 રુપિયાનો છે. જેમાં તમને 200gb+200gb એકસ્ટ્રા ડેટા મળશે. સિલ્વર પ્લાનમાં પણ તમને 100Mbpsની સ્પીડ મળશે. આ પ્લાનમાં દેશભરમાં ફ્રી વોઇસ કોલિંગ, TV વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યોરિટી જેવી સુવિધા મળશે.
આ પછી ગોલ્ડ અને ડાયમંડ પ્લાન છે. ગોલ્ડ પ્લાનમાં 500Mbpsની સ્પીડ મળશે. જ્યારે ડાયમંડ પ્લાનમાં 500Mbpsની સ્પીડ મળશે. ગોલ્ડ પ્લાનમાં તમને 500gb+250gb એકસ્ટ્રા ડેટા મળશે. જ્યારે ડાયમંડમાં 1250gb+250gb ડેટા મળશે. ગોલ્ડ પ્લાનની કિંમત 1299 રુપિયા છે અને ડાયમંડ પ્લાનની કિંમત 2499 રુપિયા છે. ગોલ્ડ પ્લાનમાં પણ દેશભરમાં ફ્રી કોલિંગ, TV વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યોરિટી જેવી સુવિધા મળશે.
આવી જ રીતે 1Gbpsની સ્પીડ વાળો પ્લેટિનમ પ્લાન 3999 રુપિયામાં લઈ શકો છો. તેમાં તમને 2500gb ડેટા મળશે. આ પ્લાનમાં દેશભરમાં ફ્રી કોલિંગ, TV વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યોરિટી જેવી સુવિધા મળશે. સાથે VR એક્સપિરિયન્સ અને પ્રીમિયમ કન્ટેટ સર્વિસ સપોર્ટ પણ મળશે.
તેનો સૌથી મોંઘો પ્લાન ‘ટાઇટેનિયમ’ છે. આ પ્લાનમાં તમને 1Gbps સ્પીડ અને 5000gb અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાનમાં પણ પ્લેટિનમ પ્લાન જેવા દેશભરમાં ફ્રી કોલિંગ, TV વીડિયો કોલિંગ અને કોન્ફ્રેંસિંગ, હોમ નેટવર્કિંગ અને ડિવાઇસ સિક્યોરિટી જેવી સુવિધા મળશે. સાથે VR એક્સપિરિયન્સ અને પ્રીમિયમ કન્ટેટ સર્વિસ સપોર્ટ પણ મળશે.