349 રૂપિયાવાળા પ્લાનમાં શું છે ઓફર્સ
જિઓના 349 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ ત્રણ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન અંતર્ગત યૂઝર્સને કુલ 84 જીબી ડેટા મળશે. દરરોજ મળનારા ડેટાની લિમિટ પૂરી થયા બાદ સ્પીડ 64Kbpsની થઈ જશે. આ પ્લાનમાં જિઓ ટૂ જિઓ અનલિમિટેડ કોલ કરવાની સુવિધા મળી રહી છે. ઉપરાંત જિઓથી અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે 1000 મિનિટ્સની FUP છે. આ પ્લાન અંતર્ગત દરરોજ 100 એસએમએસ ફ્રી મળશે. સાથે જ જિઓ એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
જિઓના આ પ્લાનમાં પણ મળી રહ્યો છે 3 જીબી ડેટા
ઉપરાંત રિલાયન્સ જિઓના બે અન્ય એવા પ્લાન છે જેમાં ત્રણ જીબી ડેટા દરરોજ મળી રહ્યો છે. તેમાં 401 રૂપિયાનો પ્લાજ છે જેની વેલિડિટી 28 દિવસની છે. સાથે જ 999 રૂપિયાવાળો પ્લાન 252 દિવસની વેલિડિટી સાથે આવે છે. જિઓના 401 રૂપિયાવાળા પ્લાન અંતર્ગત યૂઝર્સને ત્રણ જીબી ડેટા અને 6 જીબી એક્સ્ટ્રા ડેટા પ્રમામે 90 જીબી ડેટા મળી રહ્યો છે. સાથે જ તેમાં ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.
એરટેલનો 349 રૂપિયાવાળો પ્લાન
એરટેલ પણ યૂઝર્સ માટે 349 રૂપિયામાં પ્લાન રજૂ કર્યો છે. જોકે જિઓની સામે એરટેલ એટલી જ રકમમાં ઓછો ડેટા આપી રહી છે. આ પ્લાન અંતર્ગત યૂઝર્સને દરરોજ 2 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. સાથે જ 100 એસએમએસ ફ્રી પણ કરી શકાય છે. એરટેલના આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. ઉપરાંત આ પ્લાનમાં એમેઝોન પ્રાઈમનું ફ્રી સબ્સક્રિપ્શનની સાથે સાથે એરટેલ એક્સટ્રીમ એપ પ્રીમિયમ અને વિંક મ્યૂઝિકની મેમ્બરશિપ પણ મળે છે. આ પ્લાન 28 દિવસ સુધી વેલિડ રહેશે.