Samsung Galaxy A06 Smartphone Launched in India: સેમસંગે ભારતીય બજારમાં વધુ એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનને Samsung Galaxy A06 નામ આપવામાં આવ્યું છે. આ ફોનને સેમસંગની સત્તાવાર વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. આ હેન્ડસેટમાં ઘણા સારા ફીચર્સ, કેમેરા અને બેટરી આપવામાં આવી છે.
4GB + 128 GB વેરિઅન્ટ 11,499 રૂપિયામાં ઉપલબ્ધ થશે
Samsung Galaxy A06માં 50MP કેમેરા અને 500 mAh બેટરી છે. આ હેન્ડસેટની શરૂઆતની કિંમત 9,999 રૂપિયા રાખવામાં આવી છે, જેમાં 64GB સ્ટોરેજ ઉપલબ્ધ છે. આ સિવાય તેનું 4GB + 128 GB વેરિઅન્ટ 11,499 રૂપિયામાં ઉપલબ્ધ થશે. સેમસંગ એ સીરીઝનો આ ફોન સેમસંગ ઈન્ડિયા ઈ-સ્ટોર પર ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં તેને ઈ-કોમર્સ સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે, કંપનીએ આ અંગે કોઈ તારીખની જાહેરાત કરી નથી.
જાણો Samsung Galaxy A06 ના ફિચર્સ
Samsung Galaxy A06 પાસે 6.7 ઇંચની IPS LCD પેનલ છે, જે HD+ રિઝોલ્યુશન સાથે આવે છે. આમાં યુઝર્સને 60 HZ નો રિફ્રેશ રેટ મળે છે. આ હેન્ડસેટમાં MediaTek Helio G85 ચિપસેટ અને Mali-G52 MP2 GPUનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં 4 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. વધુમાં, તેમાં 1 TB સુધીનું માઇક્રોએસડી કાર્ડ ઇન્સ્ટોલ કરી શકાય છે.
Samsung Galaxy A06 નો કેમેરા સેટઅપ
Samsung Galaxy A06માં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 50MP પ્રાઇમરી કેમેરા અને 2MP સેકન્ડરી કેમેરા છે. આ સેમસંગ ફોન 8 MP સેલ્ફી કેમેરા સાથે આવે છે.
Samsung Galaxy A06 બેટરી અને ચાર્જર
Samsung Galaxy A06 સ્માર્ટફોનમાં 5000 mAh બેટરી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. તેમાં બ્લૂટૂથ v5.3 GPS અને USB Type-C પોર્ટ પણ છે.
Samsung Galaxy A0 નું OS
તમને જણાવી દઈએ કે આ ફોન One UI 6.1 આધારિત Android 14 પર કામ કરે છે. આ હેન્ડસેટને ત્રણ વર્ષ માટે બે OS અપડેટ અને સુરક્ષા અપડેટ્સ મળશે. અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક સિસ્ટમ આપવામાં આવી છે.
આ પણ વાંચો-