નવી દિલ્લી: સેમસંગે તેનો નવો સ્માર્ટફોન ગેલેક્સી A8 લોંચ કરી દિધો છે. મેટલ બૉડીથી સજ્જ આ ફોનની કિંમત આશરે 39,000 રૂપિયા હશે. આ ફોન માટેના આર્ડર 1 ઓક્ટોબરથી દક્ષિણ કોરીયામાં શરૂ થઈ ગયા છે. ભારતમાં આ સ્માર્ટફોન જલ્દી લોંચ થઈ શકે છે. ગેલેક્સી A8 એંડ્રોઈડ 6.0.1 માર્શમેલો પર કામ કરશે, આ ફોનમાં સેમસંગે પ્રોસેસર ઓક્ટા કોર 7420 પ્રોસેસર સાથે 3 જીબીની રેમ આપવામાં આવી છે. આ ફોનમાં 5 ઈંચની ડિસ્પ્લે છે, જેનું રિજોલ્યૂશન 1080-1920 પિક્સલ છે. ફોટોગ્રાફીની વાત કરવામાં આવે તો આ ફોનનો કેમેરો જોરદાર છે. ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે, જ્યારે ફ્રંટ કેમેરા 8 મેગાપિક્સલનો છે. ફોનમાં ફિંગરપ્રિંટ સેંસર અને મેટલ બોડી આપવામાં આવી છે, જ્યારે 3300 mah ની બેટરી આપવામાં આવી છે.