નવી દિલ્લીઃ પૉપુલર મસેજિંગ એપ Whatsappએ પોતના એન્ડ્રોઇડ એપમાં નવા ફીચર એડ કર્યા છે. આ નવા ફિચર્સથી Whatsapp દ્વારા મોકલવામાં આવતી તસ્વીરો અને વીડિયોમાં ટેક્સ લખી શકાશે. Whatsappના આ ફિચર્સ Snapchat સાથે મળતા આવે છે. Whatsappના આ ફિચર્સ ફક્ત એન્ડ્રોઇડ માટે ઉપલબ્ધ છે. આ નવા ફિચર્સને iOSમાં પણ લાવવામાં આવશે. Whatsappએ જાણકારી આપી હતી કે, જ્યારે પણ તમે કોઇ તસ્વીર કે વીડિયો શેર કરશો તો ટેક્સ લખવાનું કે સ્માઇલી લગાડવાનો વિકલ્પ મળશે. એટલું જ નહી સ્માર્ટફોનમાં પહેલેથી ઉપલબ્ધ તસ્વીરો પર ટેક્સ લખી શકશે. અને સ્માઇલી એડ કરી શકાય છે. આ સાથે જ Whatsapp વીડિયો બનાવતી વખતે ઝૂમ ઇન કરવાનો ફિચર પણ આપવામાં આવશે. Whatsappના માલિકી હક ધરાવતા ફેસબુકે ઓગસ્ટમાં ઇંસ્ટાગ્રામ પર પણ Snapchat મળતા ફિચર્સમાં My story બહાર પાડ્યો હતો. Whatsapp અને ફેસબુક પર 100 કરોડ એક્ટિવ યૂજર્સ છે.