આ છે નવી કિંમત અને ઓફર....
MySmartPriceના રિપોર્ટ પ્રમાણે કિંમત ઘટ્યા બાદ ફોનના 4GB રેમ અને 128GB સ્ટૉરેજની કિંમત 12,999 રૂપિયા થઇ ગઇ છે. વળી આના 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને તમે 14,999 રૂપિયામાં ખરીદી શકો છો. જોકે આ પ્રાઇસ કટ ઓફર હાલ ઓફલાઇન માર્કેટમાં જ આપવામાં આવી રહી છે. ઓનલાઇન માર્કેટમાં હજુ પણ આ ફોન તે જ કિંમતે છે.
શાનદાર ફિચર્સ અને કેમેરા....
ગેલેક્સી M21માં 6.4 ફૂલ એચડી પ્લસ ઇનફિનિટી -યૂ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. પરફોર્મન્સ માટે ફોનમાં Exynos 9611 SoC ઓક્ટાકૉર પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ફોન એન્ડ્રોઇડ 10 પર આધારિત One UI 2.0 પર કામ કરે છે.
ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં ત્રિપલ કેમેરા સેટઅપ છે. જેમાં પ્રાઇમરી સેન્સર 48 મેગાપિક્સલનુ છે, જ્યારે 8 મેગાપિક્સલનુ બીજુ સેન્સર અને ત્રીજુ 5 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર અવેલેબલ છે. જ્યારે સેલ્ફી માટે ફોનમાં 20 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે ફોનમાં 6000mAhની બેટરી આપવામાં આવી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.