નવી દિલ્હીઃ દુનિયા આજકાલ સેલ્ફી ક્રેઝની દિવાની બની ગઇ છે, સ્માર્ટફોન મેકર કંપનીઓ પણ પોતાના નવા ફોનમાં સૌથી પહેલા સેલ્ફી ફિચરને હાઇટેક બનાવવાનું કામ કરે છે. કેમકે લોકો ફોન ખરીદતા પહેલા સેલ્ફી ફિચરને મહત્વ આપે છે. ત્યારે આ બધાની વચ્ચે હવે સેમસંગે સેલ્ફીના દિવાનાઓ માટે ખાસ ગિફ્ટ આપી છે, એક ખાસ અપડેટ આપ્યુ છે.


દક્ષિણ કોરિયન કંપની સેમસંગે પોતાની ગેલેક્સી એસ10 સીરીઝ માટે એક નવુ સૉફ્ટવેર અપડેટ આપ્યુ છે, આમાં ઓક્ટોબર સિક્યૂરિટી પેચ, સ્લૉ-મૉશન સેલ્ફી વીડિયો અને અન્ય કેટલીય નવી ફેસિલિટી સામેલ છે. સ્લૉ-મૉશન સેલ્ફી રેકોર્ડ કરવાની ક્ષમતા એપલ દ્વારા રિલીઝ કરવામાં આવેલા 'સ્લૉફીઝ' ફિચર સમાન છે.

સૈમ મોબાઇલના રિપોર્ટ પ્રમાણે, સ્લૉ-મૉશન સેલ્ફી વીડિયો ફિચર ઉપરાંત, ઓટીએ અપડેટમાં ઓટો હૉટસ્પૉટ એડ થયુ છે, આના માધ્યમથી તે જ સેમસંગ એકાઉન્ટમાં જલ્દીથી મોબાઇલ કનેક્શનને નિયરબાય ડિવાઇસથી લૉગ ઇન કરવામાં આવશે. અપડેટના માધ્યમથી નૉટિફિકેશન શેડ કન્ટ્રૉલ ડિવાઇસમાં એક મીડિયા અને ડિવાઇસ બટન પણ એડ કર્યુ છે, જે ટીવી, બ્લૂટૂથ સ્પીકર અને અધિક જેવા હેન્ડસેટ પણ જોડ્યા છે.



આ ઉપરાંત એક બેસ્ટ ફિંગરપ્રિન્ટ ઓળખ વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.