નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં ધીમે ધીમે પોતાની પકડ મજબૂત કરનારી ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમી હવે વધુ એક મોટો ધડાકો કરવા જઇ રહી છે. શ્યાઓમી ટુંકસમયમાં પાંચ રિયર કેમેરા વાળો સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહી છે. આ માટેનુ ટીઝર પણ રિલીઝ કરી દેવામાં આવ્યુ છે.

શ્યાઓમીએ પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પર ટીઝર પૉસ્ટ કર્યુ છે, તે ટીઝર પ્રમાણે, આ સ્માર્ટફોનનુ નામ એમઆઇ નૉટ 10 (Mi Note 10) છે. ખાસ વાત છે કે આ ફોનમાં 108 MP કેમેરા સેન્સર આપવામાં આવ્યુ છે, આ ફિચર આપનારો આ ફોન દુનિયાનો પહેલો સ્માર્ટફોન બનશે. કંપનીએ આ ફોનને અગાઉથી જ થાઇલેન્ડમાં સર્ટિફાઇડ કરી દીધો છે.


108 MP સેન્સર વાળા એમઆઇ નૉટ 10 સ્માર્ટફોનમાં શું હશે ખાસ....
એમઆઇ નૉટ 10માં 108MP પેન્ટા કેમેરા (પાંચ કેમેરા) આપવામાં આવ્યા છે. આ પહેલા કોઇપણ કંપનીએ આવો કેમેરા સેટઅપ આપ્યો નથી.


108 MP સેન્સરવાળા એમઆઇ નૉટ 10 સ્માર્ટફોનમાં કંપની દમદાર બેટરી સાથે અન્ય ફિચર પણ આપી શકે છે.