Samsung Galaxy M52 5G New Price in India: ભારતમાં સેમસંગ ગેલેક્સી M52 5Gની કિંમતમાં જોરદાર ફેરફાર થયો છે. આ ફેરફાર તમારા માટે સારો છે કેમ કે આની કિંમત હવે ઘટી ગઇ છે. કેટલીક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આની જાહેરાત ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી. Samsung Galaxy M52 5G સ્માર્ટફોન 6GB + 128GB અને 8GB + 128GB રેમ અને સ્ટૉરેજ કૉન્ફિગરેશનની સાથે ઉપલબ્ધ છે. બન્ને વેરિએન્ટની કિંમતને 10 હજાર રૂપિયા સુધી સસ્તો કરી દેવામાં આવ્યો છે. Samsung Galaxy M52 5G સેમસંગનો ખુબ પૉપ્યુલર ફોન છે, અને કિંમતમાં કાપ કરીને કંપનીએ મોટો દાંવ રમ્યો છે. જાણઓ શું છે આ Samsung Galaxy M52 5G સ્માર્ટફોનમાં ને શું છે નવી કિંમત.....
Samsung Galaxy M52 5G ના ફીચર્સ
Samsung Galaxy M52 5Gમાં એન્ડ્રોઇડ આધારિત વન UI આપવામાં આવ્યું છે.
Samsung Galaxy M52 5G માં 6.7-ઇંચની ફુલ HD + સુપર AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સેલ છે. તેના ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120Hz છે.
Samsung Galaxy M52 5G માં સુરક્ષા માટે ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે.
Samsung Galaxy M52 5Gમાં ઓક્ટાકોર સ્નેપડ્રેગન 778G પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Samsung Galaxy M52 5G ફોનમાં 6 GB RAM સાથે 128 GB સ્ટોરેજ છે. આ સિવાય રેમને 4 GB સુધી વધારવાની પણ સુવિધા છે.
કેમેરા વિશે વાત કરીએ તો સેમસંગના Samsung Galaxy M52 5G ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, જેમાં પ્રાથમિક લેન્સ 64MP છે અને તેનું અપર્ચર f/1.8 છે. ફોનમાં બીજો લેન્સ 12MPનો છે, જે અલ્ટ્રા વાઈડ છે. જ્યારે ત્રીજો લેન્સ 5MPનો છે.
ફ્રન્ટ કેમેરા તરીકે, Samsung Galaxy M52 5G માં 32MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
સેમસંગના Samsung Galaxy M52 5G ફોનમાં કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, Wi-Fi 6, Bluetooth v5, GPS/A-GPS, NFC અને USB Type-C પોર્ટ છે.
સુરક્ષાના સંદર્ભમાં, Samsung Galaxy M52 5G માં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
Samsung Galaxy M52 5G માં, તમને 5000mAh બેટરી મળે છે જે 25W ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Samsung Galaxy M52 5Gની નવી કિંમત -
Samsung Galaxy M52 5G 6GB + 128GB વેરિએન્ટને 28,999 રૂપિયા અને 8GB + 128GB વેરિએન્ટને 31,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. હવે કિંમતમાં કાપ બાદ બન્ને ઓપ્શન્સ 20,999 રૂપિયા અને 21,999 રૂપિયામાં મળી રહ્યાં છે. આ સંશોધિત મૂલ્ય હવે માત્ર રિલાયન્સ ડિજીટલ સ્ટૉર પર જ દેખાશે. સ્માર્ટફોનના 6GB અને 8GB ના ઓપ્સન સેમસંગની અધિકારિક વેબસાઇટ અને અમેઝૉન પર 24,999 રૂપિયા અને 26,999 રૂપિયામાં લિસ્ટેડ છે
આ પણ વાંચો......
Motorola G42 : 4 જુલાઇએ લૉન્ચ થશે મોટોરોલાનો આ ધાંસૂ સ્માર્ટફોન, આવા છે કમાલના ફિચર્સ
ઉદેપુરમાં દરજીની હત્યા પર ભડકી બૉલીવુડની આ બે હૉટ એક્ટ્રેસ, જાણો સરકારને શું કરવા કહ્યું
India Corona Cases Today : દેશમાં એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો એક લાખ નજીક, જાણો આજની શું છે સ્થિતિ
GST Council ની બેઠકમાં આ વસ્તુઓ પર ટેક્સ વધારવાને મળી મંજૂરી, જાણો કઈ-કઈ વસ્તુ થશે મોંઘી!