Motorola G42 Launch in India : Motorola જલદી જ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Moto G42 લૉન્ચ કરવાનો છે. મોટોરોલા પોતાના આ ફોનમાં તગડી બેટરી અને શાનદાર કેમેરા આપવાનુ છે. આ ઉપરાંત મોટોરોલા Moto G42 માં 6.5 ઇંચની ફૂલ HD+ AMOLED ડિસ્પ્લે આપવી શકે છે, જેમાં સ્ટાન્ડર્ડ 60Hz રિફ્રેશ રેટ અને ફ્રન્ટમાં સેન્ટર પંચ હૉલ કટ આઉટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ પર લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. જેમાં આના કેટલાક ફિચર્સ વિશે જાણવા મળ્યુ છે. લિસ્ટિંગ અને મીડિયા રિપોર્ટ્સમાથી મળેલી જાણકારી અનુસાર અહીં અમે તમને Moto G42ના ધમાકેદાર ફિચર્સ વિશે બતાવી રહ્યાં છીએ.
Moto G42ના ધાંસૂ ફિચર્સ -
Moto G42માં 6.5 ઇંચની ફૂલ HD+ AMOLED ડિસ્પ્લે મળી શકે છે, જેમાં સ્ટાન્ડર્ડ 60Hz રિફ્રેશ રેટ અને ફ્રન્ટમાં સેન્ટર પંચ હૉલ કટઆઉટ આપવામાં આવી શકે છે.
બેટરીની વાત કરવામાં આવે તો, Moto G42માં 5,000mAh ની બેટરી આપવામાં આવી શકે છે, જે 20W TurboPower ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
કેમેરાની વાત કરીએ, પાછળની બાજુએ ડિવાઇસમાં ત્રિપલ કેમેરા સેટએપ આપવામાં આવી શકે છે, જેમાં 50MP પ્રાઇમરી સેન્સર, 8MP અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને 2MP મેક્રો કેમેરા હોઇ શકે છે.
હવે વાત ફ્રન્ટ કેમેરાની, Moto G42માં ફ્રન્ટ 16MPનો કેમેરો આપવામાં અવી શકે છે.
Moto G42 ને IP52 વૉટર રેજિસ્ટન્સ રેટિંગ મળેલુ છે.
અન્ય ખાસિયતો વિશે આમાં ડૉલ્બી એટમૉસ સપોર્ટ આપવામાં આવી શકે છે.
Moto G42 સ્માર્ટફોનને બે કલર વેરિએન્ટ, અટલાન્ટિક ગ્રીન્ અને મેટાલિક રૉઝ ઓપ્શનમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો......
Motorola G42 : 4 જુલાઇએ લૉન્ચ થશે મોટોરોલાનો આ ધાંસૂ સ્માર્ટફોન, આવા છે કમાલના ફિચર્સ
ઉદેપુરમાં દરજીની હત્યા પર ભડકી બૉલીવુડની આ બે હૉટ એક્ટ્રેસ, જાણો સરકારને શું કરવા કહ્યું
India Corona Cases Today : દેશમાં એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો એક લાખ નજીક, જાણો આજની શું છે સ્થિતિ
GST Council ની બેઠકમાં આ વસ્તુઓ પર ટેક્સ વધારવાને મળી મંજૂરી, જાણો કઈ-કઈ વસ્તુ થશે મોંઘી!