નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર કંપની સેમસંગે ભારતમાં પોતાનો પહેલા 7000mAh બેટરીવાળો સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. આ ફોનનુ નામ છે સેમસંગ Galaxy M51 સ્માર્ટફોન. સેમસંગે આને Meanest Ever Monster કહ્યો છે. આ ફોનની શરૂઆતી કિંમત 24999 રૂપિયા છે. આ ફોનની ખાસિયતો ચોંકી જવાય એવી છે.સેમસંગે 7000mAhની બેટરીવાળા Galaxy M51 સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 730જી પ્રૉસેસર આપ્યુ છે. જે જબરદસ્ત પરફોર્મન્સ આપે છે. સાથે ફોનમાં 8જીબી રેમ છે. આ ફોનને યૂઝર્સ અમેઝોન પરથી 18 સપ્ટેમ્બરથી ખરીદી શકશે.
7000mAh બેટરીવાળા ફોનની કિંમત....
સેમસંગ Galaxy M51 ફોનના 6GB રેમ+128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 24,999 રૂપિયા, જ્યારે 8GB રેમ+128GB સ્ટૉરેજની કિંમત 26,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફોનની સેલ 18 સપ્ટેમ્બરથી અમેઝોન ઇન્ડિયા પરથી અને સેમસંગ શૉપ પરથી શરૂ કરવામાં આવશે.
સેમસંગ Galaxy M51ના ફિચર્સ
સેમસંગ Galaxy M51ની સૌથી મોટી ખાસિયત આની 7,000mAhની દમદાર બેટરી છે, જે સેમસંગની M સીરીઝનો સૌતી ખાસ ફોન બનાવે છે. સૌથી હાલનો ગેલેક્સી M31s 6,000mAh ની બેટરી સાથે આવે છે. સેમસંગ Galaxy M51માં 7,000mAh ની બેટરીની સાથે 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવી શકે છે. સ્માર્ટફોનમાં એક 6.67-ઇંચ FHD + AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સેમસંગ Galaxy M51 ક્વાલકૉમનુ સ્નેપડ્રેગન 730G પ્રૉસેસર પર કરા કરશે જે 8GB રેમની સાથે આવે છે. ફોન એન્ડ્રોઇડ 10 પર બેઝ્ડ OneUI પર કામ કરે છે. આ ઉપરાંત ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.
શાનદાર કેમેરા....
સેમસંગ Galaxy M51માં 64 મેગાપિક્સલનો ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. સેમસંગે પોતાના અપકમિંગ સ્માર્ટફોનમાં ISOCELL સેન્સરનો ઉપયોગ કરી શકે છે. આમાં 64 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાની સાથે એક પાંચ મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરાની સાથે ડેપ્થ સેન્સર, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ સેન્સર અને એક પાંચ મેગાપિક્સલનો મેક્રો સેન્સર આપવામાં આવ્યો છે, વળી સેલ્ફી માટે આ ફોનમાં SONY IMX616 સેન્સરની સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
ભારતમાં આ કંપનીએ લૉન્ચ કર્યો 7000mah બેટરીવાળો દમદાર ફોન, ખાસિયત જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Sep 2020 11:06 AM (IST)
સેમસંગે 7000mAhની બેટરીવાળા Galaxy M51 સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 730જી પ્રૉસેસર આપ્યુ છે. જે જબરદસ્ત પરફોર્મન્સ આપે છે. સાથે ફોનમાં 8જીબી રેમ છે. આ ફોનને યૂઝર્સ અમેઝોન પરથી 18 સપ્ટેમ્બરથી ખરીદી શકશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -