ગેલેક્સી A71 એક પ્રીમિયમ ડિવાઇસ છે અને આમાં કેટલાય સારા ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.
સેમસંગ ગેલેક્સી A71ની કિંમત
સેમસંગના આ ફોનને 8GB રેમ અને 128GB સ્ટૉરેજ સાથે લૉન્ચ કર્યા છે. આની કિંમત 29,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન પ્રિઝ્મ ક્રશ બ્લેક, પ્રિઝ્મ ક્રશ સિલ્વર અને પ્રિઝ્મ ક્રશ બ્લૂ કલરમાં અવેલેબલ છે.
સેમસંગની ગેલેક્સી A71 ખાસિયતો.....
ફોનમાં 6.7 ઇંચની ઇન્ફિનીટી -O ડિસ્પ્લે આપવામાં આવી છે, જે AMOLED પ્લસ ટેકનોલૉજીની સાથે છે. આના રિયરમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં મેઇન કેમેરા 64 મેગાપિક્સલનો છે, જ્યારે 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા, 5 મેગાપિક્સલનો મેક્રો કેમેરા અને 5 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરા સામેલ છે. વળી, સેલ્ફી માટે આમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
આ ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 730 ઓક્ટો-કૉર પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. પાવર માટે આમાં 4,500 mAhની બેટરી આપવામાં આવી છે, જે 25W સુપર ફાસ્ટ ચાર્જિંગની સાથે છે.