નવી દિલ્હી: સેમસંગે પોતાની M સીરીઝનો નવો સ્માર્ટફોન Galaxy M30 ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનની ખાસ વાત એ છે કે તેમાં ટ્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે. M30 સ્માર્ટફોન સાત માર્ચથી એમેઝન અને સેમસંગની વેબસાઇટ પરથી ખરીદી માટે ઉપલબ્ધ રહેશે.


કંપનીના જણાવ્યા અનુસાર, આ ફોન બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 4GB/64GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 14,990 રૂપિયા અને 6GB પ્લસ 128GB સ્ટોરેજ વાળા ફોનની કિંમત 17,990 રૂપિયા છે.


આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 6.4 ઇંચ સુપર અમોલેડ ફુલએચડી ડિસ્પેલ આપવામાં આવી છે. સ્માર્ટફોનની સૌથી મોટી ખાસ વાત તેમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે. તેના રિયરમાં 13 મેગાપિક્સલ મેઇન સેન્સર, 5MP અલ્ટ્રા વાઇડ સેન્સર અને MP ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી કેમેરા 16 મેગાપિક્સલનો છે. આ સિવાય 5000mAh બેટરી પણ આપવામાં આવી છે.

શાઓમીની રેડમી સીરીઝની જબરજસ્ત સફળતા બાદ સેમસંગના સ્માર્ટફોનના વેચાણમાં ઘટાડો થયો છે. આ પડકાર સામે લડવા સેમસંગે M સીરીઝ લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ ગત મહિને ગેલેક્સી એમ-10 અને એમ-20ને લોન્ચ કર્યા હતા.