Samsung Galaxy M52 5G : સેમસંગનો Samsung Galaxy M52 5G સ્માર્ટફોન, જેની કિંમત તેના લોન્ચ સમયે 30,000 રૂપિયાની આસપાસ હતી, તે હવે યૂઝર્સ માટે 9,000 રૂપિયા ઓછા એટલે કે 20,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. Samsung Galaxy M52 5G ગયા વર્ષે જ લોન્ચ કરવામાં આવ્યો હતુો. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 778G પ્રોસેસર ઉપલબ્ધ છે જે 6nm પ્રોસેસ પર તૈયાર થાય છે. Samsung Galaxy M52 5Gમાં 5Gના 11 બેન્ડ આપવામાં આવ્યા છે. આ સાથે Samsung Galaxy M52 5G ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે.


Samsung Galaxy M52 5G ના ફીચર્સ


Samsung Galaxy M52 5Gમાં એન્ડ્રોઇડ આધારિત વન UI આપવામાં આવ્યું છે.
Samsung Galaxy M52 5G માં 6.7-ઇંચની ફુલ HD + સુપર AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સેલ છે. તેના ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120Hz છે.
Samsung Galaxy M52 5G માં સુરક્ષા માટે ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે.
Samsung Galaxy M52 5Gમાં ઓક્ટાકોર સ્નેપડ્રેગન 778G પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Samsung Galaxy M52 5G ફોનમાં 6 GB RAM સાથે 128 GB સ્ટોરેજ છે. આ સિવાય રેમને 4 GB સુધી વધારવાની પણ સુવિધા છે.
કેમેરા વિશે વાત કરીએ તો સેમસંગના Samsung Galaxy M52 5G ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, જેમાં પ્રાથમિક લેન્સ 64MP છે અને તેનું અપર્ચર f/1.8 છે. ફોનમાં બીજો લેન્સ 12MPનો છે, જે અલ્ટ્રા વાઈડ છે. જ્યારે ત્રીજો લેન્સ 5MPનો છે.


ફ્રન્ટ કેમેરા તરીકે, Samsung Galaxy M52 5G માં 32MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.


સેમસંગના Samsung Galaxy M52 5G ફોનમાં કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, Wi-Fi 6, Bluetooth v5, GPS/A-GPS, NFC અને USB Type-C પોર્ટ છે.


સુરક્ષાના સંદર્ભમાં, Samsung Galaxy M52 5G માં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે.


Samsung Galaxy M52 5G માં, તમને 5000mAh બેટરી મળે છે જે 25W ચાર્જિંગને સપોર્ટ કરે છે.


Samsung Galaxy M52 5G ની નવી કિંમત


લોન્ચ સમયે, Samsung Galaxy M52 5G સ્માર્ટફોનની કિંમત લગભગ 30 હજાર રૂપિયા હતી, હવે યુઝર્સ તેને 20,999 રૂપિયાની કિંમતે પોતાનો બનાવી શકે છે. મતલબ કે હવે તમને આ ફોન પર 9,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હવે સવાલ એ છે કે આટલી ઓછી કિંમતમાં ફોન ક્યાંથી ખરીદવો? સેમસંગનો આ ફોન નવી કિંમત સાથે રિલાયન્સ ડિજિટલ સ્ટોર પરથી ખરીદી શકાય છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ કિંમત મર્યાદિત સમય માટે છે. રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સ પર Samsung Galaxy M52 5G સાથે Citibank કાર્ડ્સ પર 10 ટકાની છૂટ. આ સિવાય ઇન્ડસઇન્ડ બેંક કાર્ડ પેમેન્ટ પર 1,500 રૂપિયાનું કેશબેક પણ ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે જણાવી દઈએ કે ફોન સેમસંગની ઓફિશિયલ સાઇટ પર 24,999 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે.