આ હોઇ શકે છે સ્પેશિફિકેશન્સ....
સામે આવેલી લીક ડિટેલ પ્રમાણે, Samsung Galaxy A72 સ્નેપડ્રેગન 720G પ્રૉસેસર સાથે આવી શકે છે. ફોન એન્ડ્રોઇડ 11 પર બેડ્ઝ પ્રી-ઇન્સ્ટૉલ્ડ One UI 3.0 પર કામ કરશે. સેમસંગના આ ફોનમાં ઇનફિનિટી-O પંચ હૉલ ડિઝાઇન વાળી 6.7 ઇંચની S-AMOLED ડિસ્પ્લે મળી શકે છે. ડિસ્પ્લે ફૂલ એચડી+રિઝૉલ્યૂશન વાળી હશે. સાથે સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવી શકે છે. આમાં 8જીબી રેમ આપવામાં આવી શકે છે.
આવો હશે કેમેરો....
ફોટોગ્રાફીની વાત કરીએ તો Samsung Galaxy A72માં ક્વૉડ રિયર કેમેરા સેટએપ આપવામાં આવી શકે છે. જેમાં 64 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાની સાથે એક 12 મેગાપિક્સલનો સુપરવાઇડ લેન્સ, એક 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને એક 5 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર આપવામાં આવી શકે છે. પાવર માટે ફોનમાં 5000mAh ની બેટરી આપવામાં આવી શકે છે.
આ હોઇ શકે છે કિંમત.......
સેમસંગનો આ ફોન 6 GB+ 128 GB અને 8 GB રેમ+ 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા બે વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. આ ફોનની શરૂઆતી કિંમત 544 ડૉલર એટલે 40 હજાર રૂપિયા જેટલી હોઇ શકે છે.