નવી દિલ્હીઃ ફેબ્રુઆરીમાં માર્કેટમાં કેટલીક કંપનીઓ પોતાના શાનદાર અને દમદાર ફોન લૉન્ચ કરવા જઇ રહી છે, આ માટે કેટલીક રિપોર્ટ પણ સામે આવી ચૂક્યા છે. આ લિસ્ટમાં ચીની કંપની શ્યાઓમીનો એક દમદાર ફોન પણ સામેલ છે. શ્યાઓમી પોતાના Mi 11 ફોનને આઠમી ફેબ્રુઆરીએ ગ્લૉબલ લૉન્ચિંગ કરવાની છે. આ ફોનના લૉન્ચિંગની જાણકારી ટ્વીટર પેજ પર આપી છે. આ પહેલા Mi 11ને ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોન Mi 10ના અપગ્રેડ તરીકે તૈયાર કરવામાં આવ્યો હતો.


ખાસ વાત છે કે આ સ્માર્ટફોનને ફ્લેગશિપ ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યો છે કે આ ઇવેન્ટમાં Xiaomi Mi 11 Proને પણ લૉન્ચ કરી શકે છે. વળી Mi 11ના ગ્લૉબલ વેરિએન્ટના ફિચર્સ ચાઇનીઝની જેમ જ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. કંપની ગ્લૉબલ લૉન્ચિંગ બાદ Mi 11ને ભારતમાં પણ લૉન્ચ કરશે. આવો જાણીએ સ્પેશિફિકેશન્સ અને કિંમત વિશે.....

Xiaomi Mi 11 સ્પેશિફિકેશન્સ.....
આ શાનદાર ફોન ડ્યૂલ સિમની સાથે આવે છે. આ ફોન એન્ડ્રોઇડ 10 બેઝ્ડ MIUI 12.5 પર ચાલે છે. ફોનમાં 6.81- ઇંચ 2K WQHD AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. Mi 11 માં 12GB LPDDR5 રેમની સાથે ઓક્ટાકૉર ક્વાલકૉમ 888 ને પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. ફોનમાં શાનદાર પિક્ચર માટે રિયરમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 108MPનો પ્રાઇમરી કેમેરા OIS સપોર્ટની સાથે છે. ફોનમાં 13MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ કેમેરા, 5MP મેક્રો કેમેરા અને 20MPનો કેમેરા સેલ્ફી આપવામાં આવ્યો છે.

Mi 11ની કિંમત......
Mi 11ની કિંમત ચીનની જેમ હોઇ શકે છે. ચીનમાં 8GB + 128GB વેરિએન્ટની કિંમત CNY 3,999 એટલે કે 45,300 રૂપિયા, 8GB + 256GB વેરિએન્ટની કિંમત CNY 4,299 એટલે 48,700 રૂપિયા અને 12GB + 256GB વેરિએન્ટની કિંમત CNY 4,699 એટલે કે 53,200 રૂપિયા છે.