નવી દિલ્હીઃ કોરિયન કંપની સેમસંગ આ વર્ષે એક ખાસ ડિવાઇસ લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીઆ વખતની ઇવેન્ટમાં મોસ્ટ અવેટેડ ટેબલેટ લૉન્ચ કરશે. આ નવા ટેબલેટનુ નામ ગેલેક્સી Tab S7 છે, અને આ કેટલાક ખાસ દમદાર ફિચર્સની સાથે આવી શકે છે.
લીક થયેલા રિપોર્ટ પ્રમાણે, સેમસંગ ગેલેક્સી Tab S7 ટેબલેટમાં વાયરસલેસ ડીએક્સ ટેકનોલૉજીના એક ફાસ્ટર એસ પેનની સુવિધા આપી શકે છે. ડિએક્સની ટેકનોલૉજી હોવાથી ટેબલેટને ડેસ્કટૉપ કૉમ્પ્યુટરના રિપ્લેસમેન્ટ તરીકે કામ કરવાની સુવિધા મળશે, એટલે કે આ એસ-પેનની મદદથી તમે કૉમ્પ્યુટર તરીકે કામ કરી શકશો.
સાઇડ માઉનન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરવાળુ હશે આ Tab S7. જર્મન ન્યૂઝ પોર્ટલ વિનફ્યૂચરના રિપોર્ટ પ્રમાણે ડિવાઇસમાં ડૉલ્બી એટમૉસ સપોર્ટની સાથે ક્વાડ સ્પીકર પણ હશે. ગેલેક્સી ટેબ Tab S7 અને S7 + ગેલેક્સી ટેબ S6ની સરખામણીમાં આકારમાં બહુજ અલગ હશે, જે કંપનીએ ગયા વર્ષ લૉન્ચ કર્યુ હતુ.
એસ7 પ્લસને 28.4 x 1752ના રિઝૉલ્યૂશન અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે 12.4 ઇંચની ઓએલઇડી ડિસ્પ્લેની સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે. વળી, એસ7માં 11 ઇંચની નાની 2560 x 1600 એલસીડી ડિસ્પ્લે અને એક સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવશે. બન્ને સ્ક્રીનમાં 120 હર્ટ્ઝની સાથે હાઇ રિફ્રેશ રેટની સુવિધા હશે.
સેમસંગના આ નવા ટેબલેટમાં હશે ફાસ્ટર એસ-પેન ફેસિલીટી, જાણો કઇ રીતે આવશે કામ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jul 2020 10:47 AM (IST)
લીક થયેલા રિપોર્ટ પ્રમાણે, સેમસંગ ગેલેક્સી Tab S7 ટેબલેટમાં વાયરસલેસ ડીએક્સ ટેકનોલૉજીના એક ફાસ્ટર એસ પેનની સુવિધા આપી શકે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -