વીવો કંપનીએ હવે પોતાના હાઇટેક સ્માર્ટફોન Vivo V19ની કિંમત ઘટાડી દીધી છે. કંપની આ ફોન પર ચાર હજાર રૂપિયા સુધી કિંમતમાં ઘટાડો કર્યો છે. આ ફોનને કંપનીએ 6 કેમેરા સાથે લૉન્ચ કર્યો હતો, આમાં સ્નેપડ્રેગન 712 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે.
Vivo V19ના ભાવમાં ઘટાડો થયા બાદ આની 8GB રેમ+128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 24,990 થઇ ગઇ છે. પહેલા આ ફોન 27,990 મળતો હતો. આ ઉપરાંત ફોનના 8GB રેમ+256GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળુ વેરિએન્ટ હવે 27,990 રૂપિયામાં મળશે. આ પહેલા આ ફોનની કિંમત 31,990 રૂપિયા હતી.
Vivo V19 ફોનની ખાસિયત તેનો કેમેરો છે. આ ફોનમાં ફોટોગ્રાફી માટે કંપનીએ રિયરમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપ્યો છે. જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનો વાઇડ એન્ગલ લેન્સ, 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનો બોકેહ લેન્સ સામેલ છે. આ ઉપરાંત સેલ્ફી માટે આમાં ફ્રન્ટમાં ડ્યૂલ કેમેરા સેટઅપ આપ્યો છે, જેમાં 32 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સલનો કેમેરો છે. આમાં યૂઝરને બેસ્ટ ફોટોગ્રાફી માટે 6 કેમેરા આપવામાં આવ્યા છે.
ભારતીય માર્કેટમાં Vivo V19 સ્માર્ટફોનની સીધી ટક્કર સેમસંગના Galaxy A71 સાથે થશે. આ બન્ને ફોન દમદાર છે. Galaxy A71ની કિંમત હાલ 29999 રૂપિયા છે.